છાપી હાઇવે વિસ્તારમાં વધુ એક હોટલ સામે જાહેરનામાનો ભંગ કરતા ગુનો નોંધાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ છાપી : વડગામ તાલુકાના છાપી હાઇવે વિસ્તારમાં જાહેરનામાનો ભંગ કરી રાત્રી સમયે હોટલ ચાલુ રાખતા છાપી પોલીસે હોટલ સંચાલક વિરુદ્‌ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
છાપી પોલીસ સૂત્રો દ્વારા મળતી હકીકત મુજબ ગુરૂવારે રાત્રે હાઇવે ઉપર પેટ્રોલિંગ કરતા સમયે બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી રાત્રીના દશ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી કરફ્યૂ જાહેર કરેલ હોવા છતાં તેંનીવાડા નજીક હોટલ મેન્ગોના સંચાલકે હોટલ ચાલુ રાખી ભીડ એકત્રિત કરી સોશિયલ ડિસ્ટનસિંગ સહિતનો અમલ ન કરતા અને કોરોના સંક્રમણ ફેલાય તેવું કૃત્ય કરતા હોટલ મેન્ગોના સંચાલક ખલીલભાઈ રહીમભાઈ પિંડારા વિરુધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન છાપી પોલીસ તેમજ એસ.ઓ.જી. પાલનપુર દ્વારા બે દિવસ પૂર્વે આઠ હોટલો સામે ગુનો નોંધતા ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે, છાપી પોલીસે વધુ એક હોટલ સામે ગુનો નોંધતા કુલ નવ હોટલો વિરુધ્ધ ત્રણ દિવસમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.