ડીસામાં લોકસભાની ચૂંટણીમાં સુરક્ષા માટે હોમગાર્ડસ જવાનો પણ તૈયાર
લોકસભાની ચૂંટણીમાં પોલીસની સાથે સાથે હોમગાર્ડ જવાનો પણ સુરક્ષા માટે મહત્વની ભૂમિકા અદા કરતા હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના હોમગાર્ડ્સ ડીવાયએસપી અને નવનિયુક્ત કમાન્ડિંગ ઓફિસરે ડીસા હોમગાર્ડ યુનિટની મુલાકાત લઈ ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું.બનાસકાંઠા જિલ્લાના હોમગાર્ડ કમાન્ડિંગ તરીકે હિંમતસિંહને નિયુક્તિ થયા બાદ આજે પ્રથમવાર ડીસાની હોમગાર્ડ જવાનો સાથે મુલાકાત માટે આવતા ડીસાના હોમગાર્ડ યુનિટ ખાતે અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. કમાન્ડિંગ દ્વારા ડીસા હોમગાર્ડની કામગીરીની સમીક્ષા કરી જરૂર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કમાન્ડિંગ હિંમતસિંહ રાઠોડ જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં આદર્શ આચાર સંહિતાનો અમલ થયા બાદ ચૂંટણી ફરજ દરમ્યાન હોમગાર્ડ જવાનોએ શું કરવું શું ના કરવું તે જરૂરી તે માટેની વિસ્તૃત જાણકારી આપી માહિતગાર કર્યા હતા.
આ સિવાય હોમગાર્ડ જવાનોએ બૂથ પર સતત ધ્યાન રાખવું, વોટિંગ માટે આવતા લોકોને લાઇનમાં ઊભા રાખવા તેમજ બુથ બહાર ઊભા રહી આ તમામ વ્યવસ્થા જાળવવા માટેની પણ સૂચના આપી હતી. હોમગાર્ડ ડીવાયએસપી સી.એલ સોલંકી, ડીસા કમાન્ડિંગ એસ કે પંડ્યા, ક્લાર્ક બાબુભાઈ ભોકુ, માજી જિલ્લા કમાન્ડર રમેશ પંડ્યા અને એન સી ઓઝા સહિત હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.