વડગામ ના મજાદર હાઇવે ઉપર હિટ એન્ડ રન નો બનાવ, અજાણ્યા વાહન ની ટક્કર માં બે યુવા જિંદગી નો અકાળે દીપ બુઝાયો
અજાણ્યા વાહન ચાલકે અકસ્માત સર્જી વાહન લઈ ફરાર : પોલીસે સઘન તપાસ હાથ ધરી, વડગામ તાલુકાના ના મજાદર હાઇવે ઉપર શુકવાર સવારે રોડ ક્રોસ કરતા બે યુવકો ને અજાણ્યા વાહને ટક્કર મારતા બન્ને યુવકો નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટના ને લઈ લોકો ના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.જ્યારે છાપી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
પાલનપુર – મહેસાણા હાઇવે ઉપર આવેલ મજાદર ના પાટિયે મૂળ ભરકાવાડા ગામનો ભીખાભાઈ અમૃતભાઈ ભાંડવા પોતાના નિત્ય ક્રમ મુજબ ઘરે થી ટિફિન લઈ એક ઓટો કન્સલ્ટન્ટ માં નોકરી એ જઈ રહ્યો હતો. તે દરમિયાન રોડક્રોસ કરતો હતો તે.દરમિયાન પાછળ થી પુર ઝડપે આવેલા એક અજાણ્યા વાહને અન્ય એક યુવકજયજયરામ જોગેશ્વરામ ને જોરદાર ટક્કર મારતા બન્ને યુવકો નું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. ઘટના ની જાણ થતાં છાપી પોલીસ ના એએસઆઈ ઉદેસિંહ , સહિત નો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સઘન તપાસ હાથ ધરી હતી.બન્ને ના મૃત દેહ ને પોસ્ટમોર્ટમ માટે વડગામ સિવિલ માં લઇ ગયા હતા.જ્યારે પોલિસે અકસ્માત સર્જી ફરાર થયેલ વાહન નું પગેરૂ મેળવવા આસપાસ ની હોટલો તેમજ વિવિધ એકમો ના સીસીટીવી ફૂટેજ મેળવવા ની તજવીજ હાથ ધરી હતી. મજાદર હાઇવે ઉપર બે યુવકો નો અકાળે જીવન દીપ બુજાતા પરિવાર સહિત પંથક માં અરેરાટી વ્યાપી ગઈ હતી.
મજાદર હાઇવે અકસ્માત ઝોન બન્યો: મજાદર હાઇવે ઉપર ગત ૧૨ જૂન ના રોજ રાજસ્થાન જઈ રહેલ બહેન- ભાણી સહિત કુલ ચાર ના મોત નિપજ્યા ના સમાચાર ની શાહી સુકાઈ નથી ત્યારે ફરી હિટ એન્ડ રન ના બનાવ માં વધુ બે જિંદગી હોમાતા અરેરાટી વ્યાપી ગઈ છે. મજાદર હાઇવે અકસ્માત ઝોન બનતા સ્થાનિકો દ્રારા હાઇવે ની બન્ને સાઈડો ઉપર મજબૂત બેરીકેટર મુકવા માંગ કરી રહ્યા છે.