નવરાત્રી મહોત્સવના તહેવારને લઈને હિન્દુ સંગઠનોએ ઉત્તર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર પાઠવ્યા
વિધર્મી મુક્ત નવરાત્રી યોજાય તેવી રજુઆત કરાઈ: હિન્દુઓના આસ્થાના પ્રતિક તહેવાર એટલે નવરાત્રી મહોત્સવ અને નવરાત્રી મહોત્સવમાં દસ દિવસ ખૈલયાઓ મનમુકીને ગરબાની રમઝટ બોલાવે છે જેમાં શેરી ગરબા સહિત પાર્ટી પ્લોટ માં મોટાપ્રમાણમાં ગરબા આયોજકો નવરાત્રી મહોત્સવને ખાસ કરીને નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિધર્મી કે બિનહિન્દુઓને નવરાત્રી મહોત્સવનું આયોજન કરતા હોય તેવા આયોજકોને ગરબા રમઝટની પરમીશન નહી આપવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદ રાષ્ટ્રીય બજરંગદળ ડીસા દ્વારા ડીસા શહેર પોલીસ સ્ટેશનના પીઆઈને લેખીતમાં આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.
હિન્દુ ધર્મની નવરાત્રીમાં જેહાદીઓ પાર્ટી પ્લોટ કે શેરીમાં કે સોસાયટીમાં ગરમા રમવા કે દેખવા ના જોઈએ અને હિન્દુ બહેન દીકરીઓની છેડતી કે લવ જેહાદનો શિકાર ના બને અને નવરાત્રી મહોત્સવ દરમિયાન છેડતીના બનાવ ના બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં માટે રજૂઆત કરવામાં આવી હતી સાથે આંતરાષ્ટ્રીય હિંદુ પરિષદના ડીસા શહેર પ્રમુખએ જણાવ્યું હતું કે જેહાદીઓ આપણા દેવી દેવતાઓની પૂજા અર્ચના કરતા નથી અને માનતા નથી તો હિન્દુ ધર્મમાં નવરાત્રી એટલે માં જગદંબા પૂજા અર્ચના આરતી ગરબાના દિવસો હોય છે.
તો એમને નવરાત્રીના ગરબા મહોત્સવમાં આવવું ના જોઈએ. જેહાદીઓ આવતા હોય તો ખાલી હિન્દુ બહેન દિકરીઓને લવ જેહાદનો શિકાર બનાવવા માટે આવતા હોય છે તે માટે ખાસ ધ્યાન રાખવા અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું..