દાંતીવાડા ડેમના પાણીમાં ઉંચા મોજા ઉછળ્યા
વરસાદના વિરામ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં છોડવામાં આવતું પાણી ઓછું કરવામાં આવ્યું હતું. જેથી બનાસ નદીમાં ચાલતો પાણીનો રેલો પણ સુકાવા લાગ્યો હતો પરંતુ ફરી એકવાર વરસાદી રાઉન્ડ શરૂ થતા ઉપરવાસમાં વરસાદને લઈ દાંતીવાડા ડેમમાં પાણીની નવી આવક શરૂ થતા બનાસ નદીમાં વધારાનું પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવક વધતા જે એક ગેટ ખુલ્લો હતો એનાથી વધારી રવિવારે ૩ વાગે અન્ય વધુ એક ગેટ ખોલવાની ફરજ પડી હતી.રવિવારના સાંજે ભારે પવન સાથે દાંતીવાડા ડેમના પાણીમાં ઉંચા મોજા ઉછળ્યા હતા અને દરિયા જેવો નજારો બન્યો હતો.