ડીસા માર્કેટ યાર્ડમાં બાજરીના ઉંચા ભાવ બોલાયા ખેડૂતોમાં ખુશી

બનાસકાંઠા
બનાસકાંઠા

આજે ડીસા માર્કેટ યાર્ડમાં બાજરી બાકનો ખેડૂતોને સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.ડીસા સહિત આજુબાજુના તાલુકામા મોટા પ્રમાણમાં ખેડૂતોએ બાજરીના પાકનું વાવેતર કર્યું હતું. અત્યારે પોતાના ખેતરમાંથી ખેડૂતો બાજરીના પાકનું ઉત્પાદન મેળવી સારા એવા ભાવે ખેડૂતો માર્કેટ યાર્ડમાં વેચાણ માટે આવી રહ્યા છે. ડીસા માર્કેટયાર્ડમાં દરરોજની 1200 થી વધુની બાજરીના પાકની બોરીની આવક નોંધાઈ રહી છે. ડીસા યાર્ડમાં બાજરી પાકના 477 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવ નોંધાયા હતા.ઓછો ભાવ મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.ઉનાળાની શરૂઆત તથા જ ખેડૂતોએ સારા એવા ભાવે બાજરીના પાકનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું.પરંતુ તાજેતરમાં બિપોરજોય વાવાઝોડાએ ભારે વરસાદના કારણે ખેડૂતોને બાજરીના પાકમાં નુકસાન થવા પામ્યું હતું. ડીસા માર્કેટયાર્ડમાં વેચવા આવતા ખેડૂતોને સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.