અંબાજી માં સતત બીજા દિવસે ભારે વરસાદ અનેક દુકાનો માં પાણી ભરાયા હાઇવે માર્ગ ને બજારો માં પાણીની નદીઓ
યાત્રાધામ અંબાજી પંથક માં હવે વિધિવત નું ચોમાસુ શરુ થઇ ગયું છે. ને આજે સતત બીજા દિવસે અંબાજી પંથક માં ભારે વરસાદ વરસ્યો હતો સવાર થી ગરમી ના ઉકળાટ બાદ બપોર ના સુમારે વરસાદ ની શરૂઆત થવા પામી હતી જોકે આ વરસાદ ના પગલે અંબાજી ના હાઇવે માર્ગ પાણી માં ગરકાવ થયા હતા જેને લઇ રાહદારીઓ તેમજ વાહન ચાલકો એ ભારે મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો.
જયારે અંબાજી ના બજારો માં પણ મોટી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ગણા વેપારીઓ ને દુકાન ના નીચે થી પાણી પસાર થયા હતા તો અંબાજી ગ્રામપંચાયત શોપિંગ સેન્ટર ની દુકાનો માં ઢીચણ નહિ પણ કેડસમાં પાણી ભરાતા વેપારીઓ ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો.
મોબાઈલ,કપડાં,સ્ટેશનરી ,ઝેરોક્ષ જેવી અનેક દુકાનો માં કેડસમાં પાણી ભરાઈ જતા મોટી માત્રા માં માલ સમાન પાલડી જતા વેપારીઓ ને લાખો રૂપિયા નું નુકશાન થવા પામ્યું હતુ જોકે વેપારીઓ ના માટે વારંવાર અંબાજી ગ્રામપંચાયત વહીવટી તંત્ર ને જાણ કરવા છતાં વરસાદ પૂર્વે પાણી ને રોકવા કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા આજે વેપારીઓ ને મોટી મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો જ્યાં વેપારીઓ એ જાતે ડોલ ડબ્બા થી પાણી ઉલચતા નજરે પડયા હતા જયારે મોડી સાંજે અંબાજી ગ્રામપંચાયત નું વેક્યુમ ટેન્કર આ શોપિંગ આગળ પહોંચી ને દુકાનો માંથી પાણી ખેંચવાની કામગીરી હાથ ધરી હતી જોકે હમણાં સુધી 10 થી 12 ટેન્કરો જેટલું પાણી દુકાનો માંથી ખેંચાયું હતું અને રાત સુધી માં પણ તમામ દુકાનો નું પાણી ખેંચી કાઢવામાં આવશે તેમ મુકાદમ દસરથભાઈ એ જણાવ્યું હતું.
જોકે હજી ચોમાસા ના વરસાદ નું બીજો જ દિવસ છે ને આખું ચોમાસુ બાકી છે જેમાં ભારે વરસાદ ની પણ આગાહીઓ થતી રહે છે તેવા સમય આ વેપારીઓ ની સુ પરિસ્થિતિ સર્જાશે એ હવે ભગવાન ના હાથ માં છે પણ વધુ વરસાદ આવે ને મોટી નુકશાની ન થાય તે માટે અંબાજી ગ્રામપંચાયત તેમજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોગ્ય ઘટતા પગલાં લેવાય તેવી વેપારીઓ એ માંગ કરી છે.