અરણીવાડાના બનાસ નદીમાંથી મુડેઠા ગામેથી ઓવરલોડ ડમ્પરો ચાલતા લોકોમાં ભારે હાલાકી
પ્રાથમિક અને માધ્યમિક શાળાના 1000 વિધાર્થીઓને અકસ્માતનો ભય
બેફામ દોડતા ઓવરલોડ ડમ્પરોની રોડ પર લાંબી લાઈનો લાગતા લોકોમાં અકસ્માતનો ભય: કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામની બનાસ નદીના પટમાંથી બેફામ ડમ્પરો અને ટ્રેલરો રેતી ભરીને અવરજવર કરી રહ્યા છે. ત્યારે ડીસા તાલુકાના મુડેઠા ગામે પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા રોડ પર આવેલ છે. પ્રાથમિક શાળાના 550 વિધાર્થીઓ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 450 વિધાર્થીઓ અભ્યાસ અર્થે આવી રહ્યા છે. વધુ પ્રમાણમાં ડમ્પરો અને ટ્રેલરોની અવરજવરના કારણે અકસ્માતનો અભ્યાસ અર્થે આવતા વિધાર્થીઓમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
બેફામ ઓવરલોડ રેતી ભરીને દોડતા ડમ્પરો અને ટ્રેલરોના કારણે વાહનચાલકો અને રાહદારીઓને તેમજ શાળાના વિધાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે. ડમ્પરો અને ટ્રેલરો તાડપત્રી ના ઢોકતા અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. અરણીવાડા બનાસ નદી પટમાંથી રેતી ભરીને મુડેઠા પ્રસાર થઈને થરાદ થી સાંચોર તરફ બેફામ રીતે દોડી રહ્યા છે. અને રોડ પર પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા આવેલ હોવાથી અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે. ત્યારે ડમ્પરો અને ટ્રેલરોને બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી