બનાસકાંઠામાં ગરમીનો પ્રકોપ : ડીસામાં 40.7 ડીગ્રી પવનની દિશા બદલાતા અને વાદળા હટતા ગરમીના પ્રમાણમાં વધારો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠામાં ગરમીનો પ્રકોપ : ડીસામાં 40.7 ડીગ્રી

હવામાન વિભાગની હજી આગામી દિવસોમાં ગરમી વધવાની આગાહી: બનાસકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં ગરમી તેનો અસલ મિજાજ બતાવી રહી છે ત્યારે ડીસામાં પણ ગરમીનો પારો ઉત્તરોતર ઊંચકાઈ રહ્યો છે.જેમાં ગરમીનો પારો 40.7 ડિગ્રીએ પહોંચી જતા લોકો અકળાઈ ઉઠ્યા હતા. જોકે  હવામાન વિભાગની આગાહીના પ્રથમ દિવસે જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે તેમાં પણ ડીસામાં પણ ગરમીનું અસલ સ્વરૂપ જોવા મળ્યું હતું. અને આગામી એક અઠવાડીયા સુધી ગરમીનો આવો જ પ્રકોપ ચાલુ રહેવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે.

ગુજરાતની ઉત્તર સરહદને અડીને આવેલા ડીસા શહેરની વાત જ નિરાળી છે. આ શહેર શિયાળામાં ગુજરાતનું કાશ્મીર બની જતાં તાપમાનનો પારો મહિનાઓ સુધી દશ ડિગ્રી નીચે રહે છે. અને જેવી ઉનાળાની શરૂઆત થાય ત્યારે આ શહેર સહારાનું રણ હોય તેમ તપવા માંડે છે અને તાપમાનનો પારો  ૪૦ ડિગ્રી ઉપર રહેતો હોય છે. ગરમી અને ઠંડી વચ્ચેના આટલા મોટા તફાવત વચ્ચે જીવતા આ શહેરના લોકોને ગરમી અને ઠંડી બંનેનો માર સહન કરવો પડે છે. આ વર્ષે તાપમાને દાયકાનો રેકોર્ડ તોડ્યા બાદ હવે ગરમી તેનો કહેર બતાવી રહી છે અને તાપમાનનો પારો છેલ્લા કેટલાક દિવસથી 40 ડિગ્રી ઉપર પહોંચી ગયો છે. અત્યારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી આખું અઠવાડિયું અસહ્ય ગરમી પાડવાની આગાહી કરવામાં આવી છે અને આ આગાહીના આજે પ્રથમ દિવસે જ ડીસામાં તેની અસર જોવા મળી હતી.હવામાન વિભાગના જણાવ્યાનુસાર પવનની દિશા બદલાવાના કારણે આગામી આખું અઠવાડિયું ગરમીનો પારો ઊંચે જશે. હવામાન વિભાગની જાણકારી મુજબ પવનની દિશા પ્રશ્ચિમ-ઉત્તર-પ્રશ્ચિમ થવાના લીધે ગરમીના પ્રમાણમા વધારો થશે.

મુખ્ય માર્ગો સુમસામ: આજે સવારથી સૂરજ દાદા આકરા તપવા લાગતા તાપમાનનો પારો ઝડપથી ઉપર જતાં તેની સીધી અસર જનજીવન પર જોવા મળી હતી. શહેરોના મુખ્ય માર્ગો સૂમસામ બની ગયા હતા અને ગરમીનો પ્રકોપ એટલો હતો કે લોકોની અવરજવર પણ ખૂબ જ ઓછી જોવા મળી હતી.બપોર સુધીમાં તો શહેરોમાં કરફ્યુ જેવો માહોલ સર્જાઈ ગયો હતો. હવામાન વિભાગની આગાહીને પગલે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના લોકોને હજુ પણ એક અઠવાડીયું ગરમીનો તાપ સહન કરવા માટે તૈયાર રહેવું પડે તો નવાઈ નહીં…!


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.