પાલનપુરમાં ગરમીનો પ્રકોપ યથાવત : લોકો ત્રાહિમામ કાળઝાળ ગરમી વચ્ચે વીજ ધાંધિયા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં અંગ દઝાડતી ગરમીને લઈને તંત્ર દ્વારા યલો એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે પાલનપુરમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દરમિયાન પાણીની પરબો ચલાવતી સેવાભાવી સંસ્થાઓ ગરમીથી રાહત મળે તે માટે રાહદારીઓને શીતળ છાશનું વિતરણ કરી રહી છે.

સરહદી બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી આગ ઝરતી ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. લોકો ગરમીથી પરેશાન થઈ ઊઠ્યા છે. કાળઝાળ અને અંગ દઝાડતી ગરમીને લઈને તંત્ર દ્વારા ગાઈડ લાઈન પણ જાહેર કરાઈ છે. જેમાં બપોરે 12થી 3ના  સમયમાં ઘરની બહાર ન નીકળવા ની સલાહ અપાઈ છે. ગરમીથી બચવાના ઉપાયોની પણ તંત્રએ સલાહ આપી છે. ત્યારે લોકો ઠંડા પીણાંનો સહારો લઈ રહ્યા છે. દરમિયાન, પાલનપુરમાં કોઝી વિસ્તારમાં મિનરલ ઠંડા પાણીની પરબ ચલાવતી સેવાભાવી સંસ્થા ગૃરુકૃપા સેવા ટ્રસ્ટ દ્વારા લોકોને ગરમીથી રાહત મળે તે માટે ઠંડી છાશનું વિતરણ કરાયું હતું .

ગરમીનું પ્રમાણ જોતા શહેરો અને ગામડાઓમાં બારથી ચારના સમયમાં રસ્તાઓ સૂમસામ ભાસે છે. જે ભરચક વિસ્તારો હોય ત્યાં પણ એકલ દોકલ વાહનો અથવા તો લોકોની પાંખી અવરજવર જોવા મળી રહી છે.  અત્યારે તો અંગ દઝાડતી ગરમી થી લોકો શેકાઈ રહ્યા છે. અત્યારે તો અંગ દઝાડતી ગરમી થી લોકો શેકાઈ રહ્યા છે. ત્યારે ક્યારે વરસાદ આવે અને ક્યારે ગરમીથી રાહત મળશે તે સવાલ લોકોને સતાવી રહ્યો છે.

કાળઝાળ ગરમી વચ્ચે વીજ ધાંધિયા: જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં કાળઝાળ ગરમી વચ્ચે વીજ કંપની દ્વારા છાશવારે વીજ ધાંધિયા થતા વીજળી ડૂલ થતા પાલનપુરવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જોકે, વીજ ડૂલ થતા કંમ્પ્લેઇન કરવા જતાં વીજ કંપનીનો ફોન નંબર વ્યસ્ત આવતો હોય છે. જવાબદાર કર્મચારીઓ દ્વારા ફોન બાજુમાં મૂકી દેવાતો હોવાની રાવ ઉઠી છે. ત્યારે કાળ ઝાળ ગરમી વચ્ચે સંતોષકારક જવાબ આપવાની પણ તસ્દી ન લેતા ગરમીથી ત્રસ્ત લોકોએ વીજ કંપની સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.