સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં વાવણીલાયક સાવર્ત્રિક વરસાદથી ધરતી પુત્રોમાં ખુશાલી

બનાસકાંઠા
બનાસકાંઠા

લાખણી તાલુકામાં પણ હવામાન વિભાગની આગાહી મુજબ અષાઢી બીજની રાતે મેઘરાજાની એન્ટ્રી બાદ મંગળવારની મોડી સાંજે પણ વરસાદ ખાબક્યો હતો.દિવસે પણ વરસાદી ઝાપટા પડતાં વાવણીલાયક વરસાદથી ખુશખુશાલ ખેડૂતોએ આ વખતે સારી સિઝનની આશાએ ચોમાસુ વાવેતરની તૈયારીઓ શરૂ કરી દીધી છે. લાખણી તાલુકામાં ગત વર્ષે જિલ્લામાં સૌથી ઓછો માત્ર ૨૮.૯૩ ટકા વરસાદ થયો હતો.તેથી ભૂગર્ભ જળમાં ધરખમ ઘટાડો થતા એકમાત્ર ખેતીનો વ્યવસાય પણ હચમચી ઉઠ્‌યો હતો.લાખો ખર્ચી બનાવેલ બોર પણ ફેલ જતા ખેડૂતોની હાલત દયનિય બની ગઈ હતી.તેથી ખેડૂતો આ વર્ષે સારા વરસાદની પ્રાર્થના કરતા હતા.ત્યારે ગત અષાઢી બીજની રાતે લાખણી તાલુકામાં ૩૫ મી.મી.વરસાદ સાથે મેઘરાજાની શુકનવંતી એન્ટ્રી થઈ હતી.ત્યારબાદ મંગળવારની મોડી સાંજે પણ ૨૦ મી.મી વરસાદ ખાબક્યો હતો.આજે દિવસે પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. તેથી વાવણીલાયક વરસાદથી હરખાયેલા ખેડૂતોએ ચોમાસું વાવેતરની તૈયારીઓ શરૂ કરી દીધી છે. લાખણી તાલુકામાં ચોમાસુ સિઝનમાં મુખ્યત્વે બાજરી,જુવાર,કઠોળ, મગફળી,એરંડા જેવા પાકોનું વાવેતર થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.