પાલનપુરની રાજીબા કન્યા વિદ્યાલય ખાતે ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

વૃક્ષારોપણ અને નવીન કોમ્પ્યુટર લેબનું ઉદઘાટન કરાયું: પાલનપુર માં રાજીબા કન્યા વિદ્યાલય ખાતે ગતરોજ ભારત વિકાસ પરિષદ તેમજ ગુરુકૃપા સેવા ટ્રસ્ટ અને શાળાના પરિવાર દ્વારા ત્રિવેણી સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તેમજ ગુરુકૃપા સેવા ટ્રસ્ટ દ્વારા દરેક દીકરીને એક છોડ આપી સંકલ્પ પત્ર આપી છોડનો ઉછેર કરવા માટે સંકલ્પ લેવડાવામાં આવ્યા હતા. તેમજ શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત શાળામાં આજરોજ નવીન કોમ્પ્યુટર લેબનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું. આમ આજરોજ એક જ દિવસે શાળામાં ત્રણ કાર્યક્રમમાં કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી અને પૂર્વ ધારાસભ્ય મહેશ ભાઈપટેલ, ટ્રસ્ટી ઉજમભાઈ પટેલ, શાળાના આચાર્ય શારદાબેન પટેલ, ગુરુકૃપા સેવા ટ્રસ્ટના જશવંતસિંહ વાઘેલા, ભારત વિકાસ પરિષદના સભ્યો શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી તમામ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.