થરાદમાં કાૅંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહને રીપીટ કરવામાં આવ્યા : આવતી કાલે ફોર્મ ભરશે

ચૂંટણી 2022
ચૂંટણી 2022

થરાદ વિધાનસભામાં કાૅંગ્રેસ દ્વારા ગત પેટાચુંટણીમાં ભાજપના ગઢમાં ગાબડું પાડીને જીત મેળવનાર ગુલાબસિંહ રાજપુતને રિપીટ કરવામાં આવતાં છેલ્લા કેટલાક દિવસથી થરાદ બેઠક પર ચાલી રહેલી અટકાળોનો પણ અંત આવ્યો હતો. જો કે ટિકીટ મળ્યા બાદ તેઓ આગામી બુધવારે પોતાનું ઉમેદવારી પત્ર ભરવાના છે. જો કે આગામી સમયમાં યોજાનારી ૨૦૨૨ વિધાનસભાની ચુંટણીનાં તૈયારીનાં ભાગરૂપે થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ડીસા હાઇવે, ચાર રસ્તા, થરાદમાં આવેલ ચામુંડા ગેસ્ટ હાઉસ, વજેગઢ મુકામે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમવારે સવારે ૧૧ વાગ્યે યોજાયેલી બેઠકમાં થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો, જિલ્લા તથા તાલુકા મંડળના તમામ હોદ્દેદારો, તાલુકા તથા જિલ્લા પંચાયતમાં જીતેલા તથા હારેલા ડેલીગેટ, નગરપાલિકાના હારેલા જીતેલા સભ્યો, કોંગ્રેસ પક્ષનાં વરીષ્ઠ આગેવાનો, ગામ દીઠ નિમાયેલા આગેવાનોને ઉપસ્થિત રહેવા જાણ કરાતાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સમર્થકોએ ટિકીટ મળ્યાની ખુશી વ્યક્ત કરી ગુલાબસિંહનું સ્વાગત સન્માન કર્યું હતું. કાૅંગ્રેસના અગ્રણીઓએ છેલ્લા અઢી વર્ષમાં પ્રજાજનોની પડખે રહેલા આ યુવા નેતાને આગામી પાંચ વરસ પ્રજાની સેવા કરવાનો અવસર આપવા ખભે ખભો મિલાવીને કામ કરી જંગી બહુમતીથી તેમને જીતાડવાની અપીલ કરી હતી. તેમજ આગામી બુધવારે તેઓ પોતાનું ઉમેદવારીપત્ર ભરવાના હોઇ અઢારેય આલમને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવાની વિનંતી પણ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.