કાંકરેજના કાકર ગામે રીક્ષાને સાઈડ આપવા મુદ્દે જૂથ અથડામણ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ શિહોરી : કાંકરેજ તાલુકાના કાકર ગામે ગતરોજ રીક્ષાની સાઇડ આપવા બાબતે થયેલી માથાકૂટમાં સમાધાન વચ્ચે બે જૂથ વચ્ચે ધીંગાણું ખેલાયું હતું. જેમાં ૬ લોકો ઇજાગ્રસ્ત બન્યા બાદ ગઈકાલે એકનું પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઇ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ તરફ પોલીસ સહિત એફએસએલ સહિતની ટીમ પણ ગામમાં  પહોંચી હતી.બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના કાકર ગામે દરબાર અને ઠાકોર સમાજના લોકો વચ્ચે નજીવી બોલાચાલીના સમાધાન વખતે ધીંગાણું સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જે ધીંગાણાંમાં ૬ લોકો ઘાયલ થયા બાદ ઠાકોર ચેલાજી રાજૂજીનું પાટણની ખાનગી હોસ્પિટલમાં મોત થયુ છે. ઘટનાને લઇ મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.
રીક્ષાની સાઈડ જેવી નજીવી બાબતે બોલાચાલીથી સમાધાન વચ્ચે થયેલી જૂથ અથડામણ બાદ બંને પક્ષોએ સામસામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જૂથ અથડામણમાં ઇજાગ્રસ્તોને પ્રથમ શિહોરી રેફરલ અને ત્યારબાદ વધુ ગંભીર ઇજાઓ હોવાથી પાટણ ખસેડવામાં આવ્યા હતા. જેમાં ગઈકાલે સવારે ચેલાજી રાજુજી ઠાકોરનું ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમ્યાન મોત થયુ હતુ. જેને લઈ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ અજંપાભરી સ્થિતિ પ્રવર્તે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.