પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરમાં કલેક્ટર કચેરી ખાતે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્યશ્રીઓ દ્વારા વિવિધ વિભાગોને પુછાયેલા પ્રશ્નોની સબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા પાઠવેલ જવાબો સંદર્ભે ચર્ચા કરવામા આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ,ધારાસભ્યઓ દ્વારા મીટિંગમા ચર્ચવામા આવતા મુદ્દાઓ અને સમસ્યાઓ પરત્વે ધ્યાન આપી એનો ત્વરિત ઉકેલ લાવવા માટે તમામ અધિકારીઓને જણાવ્યું હતું.આ બેઠકમાં માર્ગ–મકાન વિભાગને લગતા પ્રશ્નો, શિક્ષણ વિભાગ, આરોગ્ય અને આઈ.સી.ડી.એસ. વિભાગ, પોલીસ વિભાગ, પંચાયત, પાણી પુરવઠા વિભાગ, વિવિધ કચેરીઓમાં આઉટસોર્સથી કામ કરતા કર્મચારીઓના પ્રશ્નોની ચર્ચા કરવામા આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ મીટિંગમા ઉપસ્થિત જિલ્લા અધિકારીઓને તાલુકા સંકલનમા તાલુકાના જવાબદાર અધિકારીઓ હાજર રહે એ સુનિશ્વિત કરવા માટે જણાવ્યું હતુ. આ મીટિંગના બીજા ભાગમા નાયબ વન સંરક્ષક અભયકુમાર સિંઘ દ્વારા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામા થઈ રહેલ વિવિધ કામગીરી અંગે પ્રેઝંટેશન રજુ કરવામાં આવ્યું હતુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.