અંબાજી થી સસ્તા અનાજ ની દુકાન વાળો માલનો જથ્થો ઝડપાયો, 3 ઇસમો ની અટકાયત
અંબાજી મા કોઇ એક લોડીંગ રીક્ષા મા સસ્તા અનાજ ની દુકાન મા અપાતો હોય તેવો માલ ભરેલી ઊભી હતી તે બાબતે શંકા જતા દાંતા મામલતદાર ઓફીસ ને મળેલી બાતમી ના આધારે તપાસ કરતા 10 થી 15 જેટલા કટાઓ મા સસ્તાં અનાજ ની દુકાન ના ચોખા તેમજ ઘઉં ની જથો જોવા મળતા દાંતા તાલુકા પુરવઠા અધિકારી એ લોડિંગ રિક્ષા સહિત માલ નો જથ્થો કબજે કર્યો હતો ને માલ ભરેલી રિક્ષા દાંતા ખાતે સરકારી માલ ગોડાઉન ખાતે લઈ જવાયો હતો આ રીક્ષા સાથે કુલ ત્રણ ઇસમો હતા તેમની પણ અટકાયત કરી સસ્તા અનાજ ની દુકાન નો માલ ક્યાંથી અને કેવી રીતે લાવ્યા. તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ત્રણે ઈસમો સતલાસાણા ના હોવાનુ જાણવા મળેલ છે. આ ઝડપાયેલો ઘઉં અને ચોખા ના જથ્થા મા 261 કિલો ચોખા અને 77 કિલો અને રિક્ષા ને ડિટેઇન કરવામાં આવી છે,વજન કાંટા ને જીતો મહેન્દ્ર ફોર વ્હિકલ વાહન સાથે 112413/- નો મુદ્દામાલ કબ્જે કરી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું અજીતસિંહ ચોહાણ(મામલતદાર) દાંતાએ જણાવ્યુ છે જોકે આ માલ નો જથ્થો રાજ્ય સરકાર દ્વારા માં અન્નપૂર્ણા યોજના માં જે અનાજ નો જથ્થો ગરીબો નાં નામે રાસન કાર્ડ ધારકો ને આપે છે તેવા કાર્ડ ધારકો જેમને સરકારી અનાજ નાં જથ્થા નીજરુરિયત નથી તેવા લોકો આવા અનાજ બરોબર વેચી દઈ રોકડી કરી રહ્યા છે..સરકારે તાકીદે આવા લોકો ની તપાસ કરાવી ને રાશન કાર્ડ રદ્દ કરવા જોઇએ.
Tags Ambaji Banaskantha Palanpur