બનાસકાંઠા જિલ્લામાં મગફળી નું વાવેતર કરેલ ખેડૂતો માટે ખુશખબર ! મગફળી ના પાક ને ટેકા ના ભાવે ખરીદી કરવામાં આવશે
૩ ઓક્ટોબર થી ૩૧ ઓક્ટોબર સુધી ખેડૂતો મગફળી ની ઓનલાઈન નોંધણી કરી શકાશે
લાભ પાંચમ બાદ મગફળી ની ખરીદી કરવા આવશે : સુત્રો
બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે મગફળીનું 171877 હેક્ટર વિસ્તારમાં વાવેતર થવા પામ્યું છે ત્યારે ચાલુ વર્ષે મગફળીના બમ્પર ઉત્પાદન થવાની સંભાવના રહેલી છે જેના કારણે રાજ્ય સરકાર દ્વારા બમ્પર ઉત્પાદનને લક્ષ્યમાં લઈને કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકાર દ્વારા મગફળી ના ટેકા ના ભાવે ખરીદી કરવામાં આવનાર છે ત્યારે આગામી 3 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર દરમિયાન ખેડૂતો મગફળીનું ઓનલાઈન નોંધણી કરાવી શકશે અને ત્યારબાદ લાભ પાંચમ બાદ તા. ૧૧મી નવેમ્બરથી ૯૦ દિવસ સુધી મગફળી ની ટેકાના ભાવે ખરીદી થશે.
જેથી બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું વાવેતર કરેલ ખેડૂતોએ તા. ૩ થી ૩૧ ઑક્ટોબર સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે ચાલુ વર્ષે મગફળીના માર્કેટયાર્ડમાં પણ સારા ભાવ મળવાની શક્યતાઓ રહેલી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ મગફળીના 1356 રૂપિયા પ્રતિ મણના ટેકા ના ભાવ જાહેર કર્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું ખુલ્લી જાહેર બજારોમાં મગફળીના ભાવ કેટલા રહેશે
ટેકાના ભાવ એ શું છે: ટેકા ના ભાવ એટલે સરકાર દ્વારા નક્કી કરે તે ભાવ માં ખેડૂતો ના પાક ની ખરીદી કરે કરે છે. માર્કેટ માં ભાવ ઓછા હોય તો પણ સરકાર ન્નકી કરેલા ભાવ માં કરીદી કરી MSP (Minimum Support Price) કેવાઈ છે. ખેડૂત પાસે થી ખરીદી કરવામાં એના માટે પેલા ખેડૂતોએ ઓનલાઇન નોંધણી ફરજિયાત કરવાની હોય છે.
સૌરાષ્ટ્ર બાદ બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું સૌથી વધુ વાવેતર થતું હોય છે: બનાસકાંઠા જિલ્લામાં સૌરાષ્ટ્ર બાદ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર થતું હોય છે ત્યારે આ વર્ષે સૌરાષ્ટ્રમાં પાછોતરા વરસાદ થી મગફળીના પાકોમાં તેની અસર જોવા મળી રહી છે અને હજુ આગામી સમયમાં પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હવામાન નીષ્ણાતોના મતે વરસાદની શક્યતાઓ રહેલી છે જેના કારણે આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને મગફળીના સારા ભાવ મળવાની શક્યતાઓ રહેલી છે.
ટેકા ના જાહેર કરેલ ભાવ
મગફળી. :- *1356 પ્રતિમણ
સોયાબીન. *:-977
મગ *:-1736
અડદ *:-1480
ટેકાના ભાવ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ:
03-10-2024* થી 31-10-2024 સુધી ભરી શકાશે
ટેકાના ભાવ મા ખરીદી ચાલુ થવાની સંભવિત તારીખ:- 11-11-2024 થી ચાલુ થશે.
આધાર કાર્ડ
બૅન્ક પાસબુક અથવા કેન્સલ ચેક
૭,૧૨, ૮અ વાવેતર અંગે નો તલાટી નો દાખલો.
Tags Banaskantha farmers subsidized