ધાનેરામાં ગોકુલનગરના રહીશોનો બળાપો : વરસાદી પાણીનો નિકાલ ન થતાં રોષ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ધાનેરા : ધાનેરા શહેરમાં આવેલી ગોકુલ નગર સોસાયટીના રહીશો છેલ્લા બે માસથી વરસાદી પાણીના નિકાલ તેમજ ગટર વ્યવસ્થાને લઈ નગરપાલિકામાં રજુઆત કરતા આવ્યા છે. પરંતુ આ સમસ્યા છેલ્લા બે વર્ષથી જેતે સ્થિતિમાં છે. ચોમાસા ઋતુ દરમિયાન આ વિસ્તારમા વરસાદનું પાણી મહિનાઓ સુધી ભરાયેલું રહે છે. જેથી આ સોસાયટીમાં પ્રવેશતા વખતે પાણીમાંથી પસાર થવું પડે છે. વારંવાર રજુઆત કરવા છત્તા પણ પાલિકાના ના સત્તાધીશ રહીશોની રજુઆત સાંભળતા નથી. ગોકુલનગર સોસાયટીમાં ભૂગર્ભ ગટર લાઇનની પાઈપો નાખવા માટે રસ્તા વચ્ચોવચ્ચથી ખોદી કાઢયો છે અને આરસીસી રસ્તો ખોદતા પાકા રસ્તામાંથી નિકળા લોખંડના સળિયાથી બાળકો તેમજ વયવૃધ્ધો સાથે કોઈ અણબનાવ બને તેની ચિંતા રહીશાને સુખેથી રહેવા દેતી નથી. સાથે આ સોસાયટીના મુખ્ય પ્રવેશ માર્ગ પર ભરાયેલ પાણીથી રોગચાળો થાય તેવી ભીતિ પણ સર્જાઈ રહી છે તેમ સ્થાનિક રહીશ નારણભાઈ ચૌધરીએ જણાવેલ.
સોસાયટીના લોકોનું કહેવું છે કે છેલ્લા બે માસ દરમિયાન નવી બનેલી તમામ સોસાયટીમાં સુવિધાઓ નગરપાલિકા એ ઉપલબ્ધ કરાવી છે તો અમારા સાથે આવું વર્તન કેમ આ સોસાયટીને બન્યાને ૧૨ વર્ષ જેટલો સમય વીતવા આવ્યો છતાં પાયાની સુવિધાથી કેમ વંચિત રાખવામાં આવ્યા છે.ગોકલ નગર સોસાયટીની મહિલાઓએ જો સત્વરે સમસ્યા દૂર કરવામાં નહિ આવે તો રજુઆતની રંગ બદલી શકે છે તેવી ચીમકી પણ આપી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.