ડીસામાં ભૂસ્તર વિભાગનો સપાટો : રોયલ્ટી ભર્યા વગર પસાર થતા ત્રણ ડમ્પર ઝડપ્યા

બનાસકાંઠા

ગુજરાતના સરહદી એવા બનાસકાંઠા જિલ્લાની એક સમયની જીવાદોરી સમાન બનાસ નદીની સોના જેવી રેતની અન્ય રાજ્યોમાં પણ ભારે માંગ રહે છે. જેના પગલે દિવસ રાત બનાસ નદીના પટમાં જેસીબી મસીન દ્વારા બિન અધિકૃત રીતે રેતી ખનન કરવાની પ્રવૃતિ દિવસ રાત ધમધમી રહી છે ભૂસ્તર વિભાગની રહેમ નજર તળે જ બનાસ નદીના ૩૦ એકર જેટલા પટ વિસ્તારમાં અનેક કોરીઓ ધમધમી રહી છે. જેમાં મોટાભાગની કોરીઓમાં બિન અધિકૃત રીતે રેતી ખોદવાની કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે તેમ છતાં ભૂસ્તર વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં લોકડાઉન હોવા છતાં કેટલાક ભુમાફિયા દ્વારા આ રેતી ખનન કરવાની પ્રવૃતિ બેરોકટોક ચાલી રહી હોવાની માહિતીના પગલે મંગળવારે જિલ્લા ભૂસ્તર વિભાગના અધિકારી શક્તિદાન જે.ગઢવી અને તેમની ટિમ દ્વારા ખાનગી વાહન મારફત ચેકીંગ હાથ ધરતા ડીસા આખોલ ચાર રસ્તા નજીક પસાર થતા ત્રણ ડમ્પર રોકાવી તેમની પાસે રોયલ્ટીની પહોંચ માગતા તે મળી આવી ન હતી અને અન્ય કાગળો પણ ન હોવાના કારણે ખાણ અને જિલ્લા ખનીજ વિભાગના ઇન્સ્પેકટર એસ .જે. ગઢવી એ આ ત્રણેય વાહનો જપ્ત કરી તેમની વિરુદ્ધ રોયલ્ટી ચોરી મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. જેના પગલે રોયલ્ટી ચોર તત્વોમાં ફફડાટ ફેલાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.