ભૂસ્તર વિભાગનો સપાટો : અરણીવાડા ગામ પાસેથી ગેર-કાયદેસર ૮ ડમ્પર ભરેલી રેતી ઝડપાઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ) ડીસા, બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા ખનિજ ચોરી ઝડપવામાં અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જાેષીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં તપાસ હાથ ધરવામાં આવી રહેલ છે, જેમાં ગત રાતે તા ૨૭/૦૮/૨૦૨૨ ના રોજ ચેકિંગ કામગીરી દરમિયાન ખાનગી રાહે આકસ્મિક તપાસ ભીલડી નજીક આવેલા અરણીવાડા ગામ પાસેથી ગેરકાયદેસર સાદી રેતી ભરી જઇ રહેલા ૩ ટ્રેલર તેમજ ૫ ડમ્પર રોકાવી પૂછપરછ કરતાં રોયલ્ટી કે પરમીટ વગર સાદી માટી ભરી જઇ રહ્યા હતા. જેને ઝડપી પાડી પોલિસ સ્ટેશન ખાતે મૂકવામાં આવી દીધા છે ત્યારે ૮ વાહન તેમજ ખનિજ મળી રૂ. ૨.૫૦ કરોડ નો મુદ્દામાલ કબ્જે કર્યો ની સાથે રૂપિયા ૧૫ લાખની દંડકિય રકમની વસુલાતની કાર્યવાહી કરવામાં આવી છે.

પકડાયેલા ૩ ટ્રેલર તેમજ ૫ ડમ્પરની વિગત

(1) GJ 08 AU 4119
(2) GJ 08 AU 9214
(3) RJ 27 GB 7511
(4) GJ 08 AU 5888
(5) GJ 24 X 3309
(6) RJ 27 GC 6644
(7) RJ 04 GB 6632
(8) RJ 04 GB 6018

સમગ્ર જિલ્લામાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે : ભૂસ્તર વિભાગ આ અંગે ભૂસ્તરશાસ્ત્રીની કચેરી, બનાસકાંઠા ની તપાસ ટીમ દ્વારા અવાર નવાર સમગ્ર જિલ્લામાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવે છે તથા તપાસ ટીમ દ્વારા ટેકનોલોજી નો ઉપયોગ કરી ડ્રોન સર્વેલન્સ દ્વારા તેમજ પ્રાઇવેટ વાહન મારફતે, ખનિજ ચોરી અટકાવવા દિવસ રાત તપાસ ટીમ દ્વારા ચેકીંગની કામગીરી કરવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.