ડીસા પાલિકાની સાધારણ સભા યોજાઈ : શહેરમાં સુવિધા સજ્જ સ્મશાન ગૃહ બનશે

બનાસકાંઠા
deesa palika
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : ડીસા નગરપાલિકા હોલ ખાતે ધારાસભ્ય શશીકાંત પંડ્યાની અધ્યક્ષતામાં સાધારણ સભાની બેઠક યોજાઇ હતી. જોકે પાલિકાની આ સાધારણ સભા અંતિમ હોવા છતાં પણ આજની સભામાં મોટાભાગના પાલિકા સદસ્ય ગેરહાજર જોવા મળ્યા હતા પરંતુ ઉપસ્થિત અન્ય સદસ્યો, પાલિકા પ્રમુખ શિલ્પાબેન માળી અને ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીની ઉપસ્થિતિમાં સભામાં છેલ્લા અઢી વર્ષથી બંધ પડેલ નાનાજી દેશમુખ બગીચા બાબતે પાલિકા સદસ્ય નિલેશભાઈ ઠક્કર દ્વારા રજુઆત કરવામાં આવતા આ મુદ્દે ધારાસભ્ય દ્વારા તાત્કાલિક ધોરણે વિવાદિત બગીચાની જમીન બાબતે સરકારમાં રજુઆત કરી તેનો ત્વરિત ઉકેલ લાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. બગીચા ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષથી બંધ પડેલ ભૂગર્ભ ગટર યોજના – ત્રણની કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ થવાની જાહેરાત આજની સભામાં પાલિકા પ્રમુખ શિલ્પાબેન માળી દ્વારા કરવામાં આવી હતી.  આ ઉપરાંત ધારાસભ્ય શશીકાંત પંડ્યા દ્વારા આગામી દિવસોમાં શહેરમાં અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ સ્મશાનગૃહ આકાર પામવાની પણ જાહેરાત કરાઈ હતી તેમજ શહેરમાં પાણીની વિકટ સમસ્યા બાબતે તેના ઉકેલ માટે પણ આગોતરા આયોજન બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ બાબતે પાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલભાઈ શાહ દ્વારા ભાજપ શાસીત ડીસા નગર પાલિકામાં છેલ્લા પાંચ વર્ષથી કોઈ જ વિકાસલક્ષી કામગીરી થઈ નથી. ચૂંટાયેલા સભ્યો માત્ર માત્ર સાધારણ સભામાં પાટલી થપથપાવવા માટે જ આવતા હોવાની પણ વાત જણાવી હતી તેમજ શહેરમાં સફાઈ પણ નિયમિત થતી ના હોઈ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. હાલમાં કોરોના મહામારી હોઈ સફાઈની બાબતને પણ અગ્રીમતા આપવી જોઈએ તેમ જણાવ્યું હતું આજની બેઠકમાં વિવિધ વિકાસલક્ષી કામોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત પાલિકા સદસ્ય શંકરભાઈ કતીરા દ્વારા કોરોનાના વધતા જતા કેસોને લઈ શહેરમાં ચોકસાઈ રાખી સોશીયલ ડિસ્ટન્સ,માસ્ક બાબતે પણ લોકો જાગૃત બની બહાર નીકળે તેમ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.