અંબાજી માં નાની બાલિકાઓ ના ગૌરી વ્રતનો પ્રારંભ થયો : બલિકાઓએ ભગવાન શિવજી ની પૂજા કરી
નાની બાલિકાઓ ના ગોરીવ્રતનો પ્રારંભ થયો છે. આ વ્રત કુંવારી કન્યાઓ શ્રાવણ માસ ના 5 દિવસ પહેલા શરૂ કરતી હોય છે. ને આ 5 દિવસ ના વ્રત માં ભગવાન શિવ ને રીઝવવા ના પ્રયાસ કરે છે. આજે શરૂ થયેલા ગૌરીવ્રત ને લઈ અંબાજી ના માનસરોવર માં માંનેશ્વર મહાદેવજી ના મંદિરે બાલિકાઓ ની દર્શન પૂજા માટે ભીડ જોવા મળી હતી. જોકે આ ગૌરી વ્રત માં નાની વય એ બાળાઓ યુવાવયે સદગુણી પતિ મળે ને સાથે ઘર પરિવાર માં સુખશાંતિ પ્રાપ્ત થાય તે માટે 5 દિવસ ના મોળાકત (અલૂણાં) વ્રત કરે છે.
આ વ્રત બાલિકા 7 વર્ષ ની થાય ત્યાર થી સતત 5 વર્ષ સુધી કરવામાં આવે છે. નાની બાળાઓ પોતાના હાથે ભગવાન શીવ અને દેવી પાર્વતી ની પૂજા કરી ભવિષ્ય માં સારો પતિ મળે તે માટે રીઝવે છે હિન્દૂ સંસ્કૃતિ માં આ ગૌરી વ્રત નો ખાસ મહિમા છે. જોકે શિવપુરાણ માં લખાયું છે તેમ હિમાલય પુત્રી દેવી પાર્વતી એ ભગવાન શિવજી ને પતિ રૂપે પ્રાપ્ત કરવા ગૌરી વ્રત અને જયાપાર્વતી બને વ્રત કર્યા હતા આ પૂજા માં કુંવારી કન્યાઓ ભગવાન શિવજી ને પૂજા કાર્ય બાદ પીપળ ના થડ માં દીપ પ્રગટાવી પૂજા કરે છે ને ત્યાર બાદ ગોરી વ્રત ની કથા નું વાંચન પણ કરે છે.