ગઢ પોલીસે પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા 21 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો
પોલીસની ટીમે રાજસ્થાનથી આરોપીને દબોચ્યો: પોલીસ મહાનિરીક્ષક, બોર્ડર રેન્જ કચ્છ-ભુજ ચિરાગ કોરડીયા અને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા બ.કાં.જિલ્લામાં ફરાર આરોપીઓને પકડવા માટે આપેલ સૂચના અનુસાર સી.એલ.સોલંકી, (નાયબ પોલીસ અધિક્ષક, ડીસા વિભાગ) ના માર્ગદર્શન હેઠળ ગઢ પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.એમ.વસાવાએ ગઢ પોલીસ સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી અલગ-અલગ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં ગઢ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ૨૧ વર્ષથી નાસતા ફરતા આરોપી તારદાન હેમદાન ગઢવી (દેવલ) (રહે. સાગરવાવ તા.સેડવા જિ.બાડમેર) ની પો.કોન્સ. વિજયકુમાર શંકરજીની બાતમીના આધારે માનવ તકનીકી સ્ત્રોતના આધારે, ફરાર આરોપી બાડમેર જિલ્લાના સાગરવાવ ગામમાં હોવાનું જાણવા મળ્યું હતું, તેથી પી.આઇ. કે. એમ. વસાવાએ તેના મોબાઇલ લોકેશનને ટ્રેશ કરી આરોપી તારદાન હેમદાન ગઢવીને સાગરવાવ જઈને ગઢ પોલીસની ટીમે ધરપકડ કરી બાદમાં ગઢ લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Tags 21 years arrested Crime Prohibition