ગઢ માં: સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે 1.99 લાખના વિદેશી દારૂ સાથે ઇસમને દબોચ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેક ગાંધીનગરની સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે વિદેશી દારૂ સાથે ઇસમને ઝડપી પાડ્યો છે. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, પાલનપુર તાલુકાના ગામે ઇસમ વિદેશી દારૂનો વેપાર કરે છે. જેથી ટીમે તાત્કાલિક સ્થળ પર રેઇડ કરતાં એક ઇસમ ઝડપાયો હતો. જે બાદમાં તેને સાથે રાખી ઘર અને પશુ બાંધવાના ઢાળીયામાંથી વિદેશી દારૂ ભરેલી પેટી સહિત કુલ 1.99 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ સાથે કુલ 2 ઇસમ સામે ગઢ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના નવા મોટા ગામેથી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દારૂ ઝડપી પાડ્યો છે. સ્ટેટ મોનિટરીંગ સેલના PSI આર.પી.પરમાર સહિતની ટીમે ચોક્કસ બાતમી આધારે નવા ગામે રેઇડ કરી હતી. જ્યાં પ્રથમ મહેશજી અનારજી હરશનજી ઠાકોર ગામ-ટાંકાવાસણા, તા.જી.પાટણ)ને ઝડપી પાડ્યો હતો. જ્યાં મહેશજી પોતે નરેશજી અનારજી ઠાકોર(ગામ-નવા)ને ત્યાં નોકરી કરતો હોઇ દારૂનો જથ્થો લાવી આપતો હોવાનું કબૂલ્યુ હતુ. જેથી તેને સાથે રાખી તપાસ કરતાં નરેશજીના મકાનમાંથી દારૂની બોટલો ઝડપી પાડી હતી. આ સાથે પશુઓ બાંધવાના ઢાળીયામાંથી પણ વિદેશી દારૂની પેટીઓ ઝડપી પાડી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગઢ પોલીસ મથક વિસ્તારમાં છેક સ્ટેટ મોનટરીંગ સેલની ટીમે કાર્યવાહી કરતાં ચકચાર મચી ગઇ છે. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે સ્થળ પરથી વિદેશી દારૂની બોટલો અને બિયર ટીન નંગ-3094 કિ.રૂ.1,99,976નો દારૂ ઝડપી પાડ્યો હતો. આ સાથે મોબાઇલ ફોન નંગ-1 કિ.રૂ.2,000, રોકડ રકમ રૂ.2,450 મળી કુલ કિ.રૂ.2,04,426નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.