જોડનાપરા ઓવરબ્રિજ પર કચરાનું સામ્રાજ્ય : ગંદકી ફેલાવતા માટી અને કચરાના ઢગ હટાવવા માંગ
કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ ઓવરબ્રિજની અવદશા: એન. એચ.આઈ વિભાગ ઊંઘમાં: નેશનલ હાઈવે પર આવેલ જોડનાપરા પાટીયા પાસે સરકાર ના કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ ઓવર બ્રિજને બન્યાને હજુ ઘણો સમય થયો નથી. ત્યારે આ બ્રિજ પર રોડની સાઈડોમાં વ્યાપક પ્રમાણમાં માટીનો જમાવડો તેમજ કચરાના ઢગે ઢગે જોવા મળી રહ્યા છે. જાણે ઘણા સમયથી આ બ્રિજ ઉપર કોઈ સફાઈ કરવામાં આવી ન હોય તેવું લાગી રહ્યું છે.
આ બ્રિજ ઉપર સ્ટ્રેટ લાઈટ ન હોવાના કારણે રાત્રિના સમયે બ્રિજ ઉપર ચાલતા વાહન ચાલકોને વ્યાપક મુશ્કેલી ઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો વળી માટી ના જમાવડા ના કારણે કેટલાય બાઈક ચાલકો રાત્રિના સમયે સ્લીપ થઈ જઈ દુર્ઘટના ના ભોગ બની રહ્યા હોવાનું કેટલાક જાગૃત વાહન ચાલકો દ્વારા સાંભળવા મળી રહ્યું છે. વળી, આ માટીના જમાવડા અને કચરાના કારણે બ્રિજ ઉપર ગંદકી નો માહોલ જોવા મળી રહ્યો છે.
જેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન ના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. અને એન એચ આઈ વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. આ ઓવરબ્રિજ ઉપર કોઈ મોટો અકસ્માત થાય તે પહેલા જાગૃત જિલ્લા કલેકટર આ ઓવર બ્રિજ પર બેદરકારી દાખવનાર એન. એચ.આઈ વિભાગ સામે કડક કાર્યવાહી કરાવશે ખરા? આ બ્રિજ ઉપર સફાઈ અભિયાન શરૂ કરાવશે ખરા? આવા અનેક પ્રશ્નો જાગૃત લોકોને અકળાવી રહ્યા છે.