ડીસા શહેર બ્રહ્મસમાજ મહિલા મોરચા દ્વારા ગરબા કલાસીસ શરૂ કરાયાં

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા શહેર સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મોરચા દ્વારા ડીસા શહેરમાં રહેતી બ્રહ્મ સમાજની બહેનો માટે નિ:શુલ્ક ગરબા ક્લાસીસનો શુભારંભ ડીસા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને સમસ્ત બ્રહ્મસમાજના આગેવાન શશીકાંતભાઈ પંડયાનાં હસ્તે કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે સમસ્ત બ્રહ્મસમાજ ડીસાનાં પ્રમુખ ત્રિકમભાઈ ત્રિવેદી, ડીસા શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી હકમાજી જોષી, મહીલા મોરચાનાં પ્રમુખ દેવલબેન શુક્લ, નયનાબેન દવે, યુવા પ્રમુખ યાજ્ઞિકભાઇ શર્મા, ઉપપ્રમુખ ભરતભાઈ પુરોહિત, ખેતેશ્વર નાગરિક શરાફી મંડળીના ડિરેક્ટર નારણભાઇ રાજપુરોહિત, સમસ્ત બ્રહ્મસમાજના સહમંત્રી વિપુલભાઈ ત્રિવેદી, સહમંત્રી પુરૂષોત્તમભાઈ પુરોહિત, સંગઠન મંત્રી આનંદભાઈ ત્રિવેદી સાથે બ્રહ્મ સમાજની બહેનો મોટી સંખ્યમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.