પાલનપુરના ગોબરી રોડ રેલવે ઓવરબ્રિજ પર ભ્રષ્ટાચારના ગાબડા

ગુજરાત
ગુજરાત

પાલનપુર નજીક ગોબરી રોડ પર કરોડોના ખર્ચે બનેલ રેલવે ઓવર બ્રિજમાં ડામર રોડ ઉપરથી મેટલ નીકળી જતાં રોડનું ધોવાણ થઈ જતાં ભ્રષ્ટાચારના ગામડા પડ્યા છે.
સરકાર વિકાસ પાછળ કરોડો રૂપિયા ખર્ચીને વિકાસ કાર્યો કરે છે. પરંતુ સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાકટરોની મિલીભગતથી વિકાસના કામોમાં ગેરરીતિ આચરીને કોન્ટ્રાક્ટરો સરકારી કામોમાં ભ્રષ્ટાચાર કરીને કામની ગુણવતા બગાડીને ખોટા સરકારી બાબુઓ પાસેથી સર્ટિફિકેટ મેળવી લેતા હોય છે.

જ્યાં પાલનપુરના ગોબરી રોડ પર કરોડોના ખર્ચે બનેલ રેલવે ઓવર બ્રિજ પર ટૂંક સમયમાં જ ગાબડા પડી જતા કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. અને રોડ ધોવાઈ જતા આ રોડની ગુણવત્તા અને કોન્ટ્રાક્ટરને નબળી કામગીરી સામે ભ્રષ્ટાચાર બાબતે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ રોડ ઉપર અસંખ્ય વાહનો પસાર થતા હોય અકસ્માત થવાનો ભય સેવાઈ રહ્યો છે. જ્યાં તંત્ર દ્વારા બ્રિજની સરપ્રાઈઝ વિઝીટ કરીને મજબૂતાઈની ખરાઈ કરીને તાકીદે ગાબડા પુરી સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.