થરાદ-ડીસા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સદનસીબે જાનહાની ટળી

બનાસકાંઠા
બનાસકાંઠા

આજરોજ બપોરે સમયગાળા દરમિયાન થરાદ-ડીસા હાઇવે પર દામા ઠાકોર વાસ નજીક ડીસા જતી ઈકો ગાડી નં. GJ.18 BN. 5639ને ડીસાથી થરાદ તરફ આવતી GJ. 01 KQ 4210નંબરની મારુતી કારે ફોરવેન રોડનો ડિવાઇડર કુદીને રોંગ સાઇટમાં આવીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. નશીબજોગ આ ભયાનક અકસ્માતમાં કોઇને વધુ ઈજાઓ પહોંચી ન હતી. છેલ્લા અઠવાડિયામાં બનાસકાંઠામાં રોડ અકસ્માતની અનેક ઘટનાઓ ઘટી છે. બે દિવસમાં જ આ ચોથો અકસ્માત થયો છે. ધાનેરા અકસ્માતમાં ત્રણ યુવાનોના મોત નીપજ્યાં હતા અને થરાદ દુધવા પાસે થયેલા અકસ્માતમાં બે યુવતીઓના કરુણ મોત થયા હતા. આ સિવાય ખોરડા નજીક એક ઈકો કારને રોઝ ટક્કરાતા અકસ્માત થયેલ અને આજે આ ચોથો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.