વાવના ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ; જગાણા એન્જીનિયરીગ કોલેજમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઇવીએમ રખાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજ્યભરમાં ચર્ચાના કેન્દ્ર સ્થાને રહેલી વાવ વિધાનસભા સભાની પેટા ચૂંટણીમાં 70.55% જેટલું મતદાન થયું છે. જેમાં 10 ઉમેદવારોના ભાવિ EVM માં કેદ થઈ ગયા છે. ત્યારે ઇવીએમને જગાણા ખાતે રખાયા છે.

પાલનપુરના જગાણા એન્જીનીયરિંગ કોલેજ ખાતે વાવ વિધાનસભાની ચૂંટણીની મતગણતરી હાથ ધરાનાર છે. ત્યારે ઇવીએમ મશીનોને જગાણા સ્ટ્રોંગ રૂમ ખાતે રાખવામાં આવ્યા છે. જ્યાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. CCTV કેમેરા ની બાજ નજર વચ્ચે EVM મશીન રખાયા છે. જગાણા એન્જીનીયરિંગ કોલેજમાં EVM મશીનો ઉપર હાલમાં BSF ના જવાનો રાઉન્ડ ધ ક્લોક ચોકી પહેરો કરી રહ્યા છે. આગામી 23 નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે. ત્યારે કમળ ખીલશે કે ગુલાબ ખીલશે કે પછી અપક્ષ ઉમેદવાર બેટ વીંઝશે તે જોવું રહ્યું..!


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.