હવામાન વિભાગની વધુ આગાહી, આજે બોટાદ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે રાજ્યમાં છૂટો છવાયો મેઘરાજ વરસશે તેવી સંભાવના છે. આજે સૌરાષ્ટ્ર સહિતના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે.
આજે બોટાદ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. તેમન ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના છે. તો આજે રાજ્યમાં ગરમીનો અનુભવ થઈ શકે છે. તો આ સાથે રાજ્યમાં વાદળછાયું વાતારણ રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે પોરબંદર, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ અમદાવાદ, અમરેલી, આણંદ,બોટાદ, ગાંધીનગર, કચ્છ, ખેડા,મોરબી, મહેસાણા સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, મહીસાગર સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે.