છાપીમાં થયેલી ઘરફોડ ચોરીનો ફરાર આરોપી ઝડપાયો ગઢ પોલીસે ખેડબ્રહ્મામાંથી ફરાર આરોપીને ઝડપી લીધો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠાના છાપી વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના આરોપીને ગઢ પોલીસે ખેડબ્રહ્મામાંથી ઝડપી પાડ્યો છે. જેમાં છાપી વિસ્તારમાં થયેલી થોડા દિવસ અગાઉ ઘરચોરીના આરોપી ખેડબ્રહ્મા વિસ્તારમાં ધર્મશાળામાં રોકાયેલા ની સચોટ માહિતી આધારે ગઢ પોલીસે ઝડપી લીધો હતો.

છાપી પોલીસ સ્ટેશનની હદમાં આગાઉ ઘર ફૂડ ચોરીના ભાગતા આરોપી ભરત રામચંદભાઈ પંચાલ (હાલ રહે, ગઢ મેઘદુત પાલનપુર, મુળ રહે. મેસર સરસ્વતી પાટણ)વાળાની તપાસમાં રહેવા અંગેની ટેલીફોનિક જાણ કરતાં ગઢ પોલીસ સબ ઇન્ચાર્જ સી.એફ. ઠાકોર ના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ અને હ્યુમનસોર્સની મદદથી છાપી પોલીસ સ્ટેસન નો ભાગતો આરોપી ભરત ખેડબ્રહ્મા અંબાજી ઘર્મશાળામાં રોકાયેલ હોવાની સચોટ માહિતી મેળવી આરોપીને સાબરકાંઠાના ખેડબ્રહ્મા અંબાજી ઘર્મશાળામાં રોકાયેલ હોવાની સચોટ માહિતી મેળવી આરોપીને સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા ખાતે આવેલ અંબાજી ઘર્મશાળામાંથી પકડી પાડી ગઢ પોલીસ સ્ટેશન લાવી પોલીસે તેની પુછપરછ કરતાં આરોપી એ છાપી વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનાની કબુલાત કરી હતી. જેથી પોલીસે તેની અટક કરી આગળની કાર્યવાહી ને લઈ છાપી પોલીસ મથકે સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે .


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.