આજથી બાબા બાગેશ્વર અંબાજીમાં 3 દિવસ સુધી દિવ્ય દરબાર કરશે

બનાસકાંઠા
બનાસકાંઠા

આજથી બાબા બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં છે. જેમાં આજથી બાબા અંબાજીમાં 3 દીવસ રોકાશે. તેમાં 15 ,16 અને 17 ઓક્ટો.એ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી અંબાજીમાં દિવ્ય દરબાર કરશે. જ્યારે અમદાવાદમાં બાબા એક દિવસ દિવ્ય દરબાર કરશે. અમદાવાદના લાલગેબી આશ્રમ પર વિશાળ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે 50 હજાર વારની પાર્કિંગ વ્યવસ્થા કરાઈ છે. બેઠક વ્યવસ્થા, જમવાની, સહિતની વ્યવસ્થા કરાઈ છે. 17 ઓક્ટો.એ કળાશયાત્રાનું આયોજન કરાયું છે. 18 અથવા 19 ઓક્ટો.એ બાબા બગેશ્વર એક દિવસ માટે રામકથામાં હાજરી આપશે. 18 થી 20 ઓક્ટો.ની વચ્ચે એક દિવસ બાબા અમદાવાદમાં દિવ્ય દરબાર કરશે. તેમજ દિવ્ય દરબારમાં અંદાજિત 5 લાખ લોકોનો આવે તેવો અંદાજ છે. જેમાં લોકોમાં વ્યવસ્થા કરાઇ છે.

આ ત્રિ-દિવસીય કથામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ સહીત અન્ય મહાનુભાવો તેમજ અભિનેતાઓને આ કથા માટે આમંત્રિત કરાયા છે. આ કથાનું આયોજન ઇસ્કોન ગ્રુપમાં ચેરમેન પ્રવીણભાઈ કોટક દ્વારા કરવામાં આવ્યું છે. બાબા બાગેશ્વરના ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો પહેલા બીજા અને ત્રીજા નોરતાએ યાત્રાધામ અંબાજી ખાતે કાર્યક્રમ આયોજિત થનાર છે. તેને લઇ તડામાર તૈયારીઓ પ્રારંભ થઇ ચુકી છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં સૌપ્રથમ વખત પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. તારીખ 15 ઓકટોબરે હનુમાન કથા, 16 ઓક્ટોબરે દિવ્ય દરબાર અને 17 ઓક્ટોબરે આદ્યશક્તિ શિવની આરાધના કરાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.