અમીરગઢથી કોંગ્રેસે લોકસભા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને લઈને બેઠકની શરૂઆત કરી

બનાસકાંઠા
બનાસકાંઠા

અમીરગઢ તાલુકાથી આજે કોંગ્રેસે લોકસભા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને લઈને બેઠકની શરૂઆત કરી છે. દાતા વિધાનસભાના સરપંચ ડેલિકેટ અને કોંગ્રેસના હોદ્દેદારોએ આજે બેઠકમાં સુર પુરાવ્યો હતો અને આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઘેરઘેર જઈ અને સંગઠન શક્તિ મજબૂત બનાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.ઓબીસીને 27% અનામત ફાળવતા જ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને લોકસભાની ચૂંટણીની રણનીતિના ભાગરૂપે દાતા વિધાનસભાની બેઠક અમીરગઢના ઝાંઝરવા ખાતે થઈ હતી જેમાં કોંગ્રેસના તમામ હોદ્દેદારો સહિત દાતા ધારાસભ્ય પ્રદેશ ઉપ પ્રમુખ સહિત સરપંચો બેઠકમાં હાજર રહ્યા હતા.


આગામી લોકસભાની ચૂંટણીની રણનીતિને લઈને કોંગ્રેસના કાર્યકરો સંગઠન શક્તિ વધુ મજબૂત બનાવે દાતા વિધાનસભા ના દરેક મતદાર સુધી પહોંચી અને કોંગ્રેસના કાર્યકરો વર્તમાન સરકારની નિષ્ફળતા વિશે સમજાવશે અને આગામી સમયમાં ચૂંટણીઓમાં બદલાવ લાવવાના પ્રયત્નો કરશે બનાસકાંઠામાં દાતા વિધાનસભાથી ચૂંટણીઓની તૈયારીની શરૂઆત થઈ છે અને સંગઠન શક્તિ મજબૂતી થી ચૂંટણીઓમાં લડે તેવા પ્રયત્નો કરાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.