ડીસામાં આખોલ ચાર રસ્તા પાસે મોટા ખાડા પડતા વારંવાર ટ્રાફીક જામ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં આખોલ ચાર રસ્તા પાસે સામાન્ય વરસાદમાં જ મોટા ખાડા પડી જતા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટા ખાડા પડવાના કારણે વારંવાર ટ્રાફિકજામ થઈ જતા હજારો વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.ડીસામાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હલકી ગુણવત્તાવાળા કામને લીધે હજારો વાહનચાલકો ભારે યાતના ભોગવી રહ્યા છે. આખોલ ચાર રસ્તા પાસે છ મહિના અગાઉ જ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ડામર કામ કરવામાં આવ્યું હતું. પરંતુ ડીસા પંથકમાં પડેલા સામાન્ય વરસાદમાં જ આ રોડ ધોવાઈને મસ મોટા ખાડા પડી જતા આજે રોજના હજારો વાહનો આ ખાડામાં ખાબકી રહ્યા છે.ડીસા આખોલ ચાર રસ્તા પાસેથી રોજના અંદાજિત 10,000થી પણ વધુ નાના-મોટા અને હેવી વાહનો પસાર થાય છે અને આ તમામ વાહનો મોટા ખાડામાં ખાબકતા ચાલકોને ભારે યાતના ભોગનવી પડે છે. દર વર્ષે ચોમાસામાં અહીં આ જ પરિસ્થિતિ સર્જાય છે. વરસાદ પડે છે મોટા ખાડા પડી જાય છે અને ત્યારબાદ શરૂ થાય છે વાહન ચાલકોની મુશ્કેલી, એક અઠવાડિયાથી મોટા ખાડા પડવાના કારણે વાહનો ખાડામાં ખાબકતા વારંવાર ટ્રાફિક જામ થઈ જાય છે અને વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાતા હેરાન થઈ રહ્યા છે.ઉલ્લેખનીય છે કે દર વર્ષે સર્જાતી આ સમસ્યા માટે નેશનલ હાઈવે ઓથોરિટી પણ ગંભીર બેદરકારી દાખવે છે અને વારંવાર ડામર કામ કરવા છતાં પણ ખાડા પડી જતા હાઇવે ઓથોરિટીની કામગીરીની પણ પોલ ખુલી જાય છે. ત્યારે હવે આ વારંવાર પડતા ખાડાઓમાંથી હાઇવે ઓથોરિટીના અધિકારીઓ કંઈક શીખે અને સારી ગુણવત્તાવાળું કામ કરી આ ખાડાઓની સમસ્યામાંથી કાયમી છુટકારો અપાવે તેવી વાહન ચાલકોની માંગ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.