પોષ માસની શરૂઆતથી જ ગાત્રો થીજવતી ઠંડી : ડીસામાં ઠંડીનો પારો ૧૨.૨ ડીગ્રી

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)ડીસા, શિયાળાની ઋતુની શરૂઆતથી અત્યાર સુધી સૌથી વધુ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં શનિવારે સીઝનનુ સૌથી નીચું તાપમાન ૧૦ ડીગ્રી નોંધાયું હતું પરંતુ રવિવારે લઘુત્તમ તાપમાનમાં ૨ ડીગ્રી નો વધારો થયો હતો તે છતાં બર્ફીલા પવનો ને લઈ ઠંડી નુ પ્રમાણ યથાવત જોવા મળ્યું હતું પવનોની દિશા પરિવર્તન થઈ ઉત્તર તરફથી પ્રતિ ૧૧ કીમી ઝડપે વાતા બર્ફીલા પવનોને લઈ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં શીત લહેર પ્રસરી જતા જનજીવન પણ પ્રભાવિત જોવા મળ્યું હતું. હવામાન વિભાગ દ્વારા પણ આગામી સમયમાં ઠંડીનું પ્રમાણ જળવાઈ રહે તેવી શક્યતાઓ દર્શાવી છે.

ઠંડીના પગલે વહેલી સવાર અને મોડી સાંજે ગ્રામ્ય સહિત શહેરી વિસ્તારો સુમસામ
છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ વધતા ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવાર અને માડી સાંજે રસ્તાઓ સહિત શેરી મહોલ્લાઓ પણ સુમસાન જોવા મળી રહ્યા છે. શહેરી વિસ્તારોમાં પણ ઠંડીના પગલે લોકોને અવરજવર ઘટી જવા પામી છે.

ડીસામાં રવિવારના હવામાનની સ્થિતિ
ડીસા હવામાન વિભાગના સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે રવિવારે ડીસાનું મહત્તમ તાપમાન ૨૬.૧ જ્યારે લઘુતમ તાપમાન ૧૨.૨ નોંધાયું છે. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૯ ટકા રહેવા પામ્યુ છે અને પવનની ગતિ કલાક ૧૧ કીમી નોંધાવા પામી છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.