પીરોજપુરાની કંપનીમાં ચોરી કરનાર ચાર આરોપીને એક વર્ષની સજા
રખેવાળ ન્યુઝ છાપી
વડગામના પીરોજપુરા માં આવેલ ઇ.ડી.આર.ગ્રૂપની લીકપ્રુફ એન્જીનીયર પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા ચાર કર્મચારીઓએ કંપનીમાંથી લાખો રૂપિયાના સ્પેરપાટ્ર્સની ચોરી કરી હતી. જેનો કેસ ના. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી જતા ના. કોર્ટે તમામ આરોપીઓને એક વર્ષની કેદ અને એક એક હજારનો દંડ ફટકારતા ચકચાર મચી ગઈ હતી.
કેસ ની પ્રાપ્ત વિગતો મુજબ છાપી નજીક પીરોજપુરા એપ્રોચ રોડ ઉપર આવેલ લીકપ્રુફ એન્જીનીયરીગ કંપનીમાં નોકરી કરતા ચાર કર્મચારી ઓએ વર્ષ ૨૦૧૨માં રૂપિયા ૧૫, ૪૦,૨૩૦ ના વિવિધ સ્પેરપાટ્ર્સની ચોરી કરી હતી. જેનો કેસ વડગામની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા અને સરકારી વકીલ વી.એન. પરમારની ધારદાર દલીલોને પ્રિંન્સિપલ જ્યુડિશિયલ