પાલનપુર નગરપાલિકા દ્વારા બાકી વેરા પેટે ચાર દુકાનો સીલ કરાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર નગરપાલિકા દ્વારા બાકી વેરા વસુલાત પેટે શહેરના ઢુંઢિયાવાડી વિસ્તારમાં આવેલ ચાર દુકાનોને સીલ કરી રૂ. 1.24 લાખની વેરા વસુલાત કરવામાં આવી હતી. જ્યારે ૨૫ જેટલા બાકીદારોને નોટિસો ફટકારી વેરો ભરપાઈ કરવા તાકીદ કરવામાં આવતા અન્ય વેપારીઓમાં ફફડાટ પ્રસરી ગયો છે.પાલનપુર નગરપાલિકા દ્વારા લીજ ઉપર આપેલી દુકાનોનો વેરો સમયસર ન ભરતા વેપારીઓને પાલિકા દ્વારા વેરો ભરપાઈ કરવા નોટીસ આપી સૂચના આપવામાં આવી હતી. પરંતુ વેપારીઓ દ્વારા પાલિકાની નોટિસને અવગણી વેરો ભરપાઈ કરતા ન હતા. જેના પગલે ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી અને પાલિકા પ્રમુખ કિરણબેન રાવલની સૂચના અને માર્ગદર્શન હેઠળ ટેક્સ ઇન્સ્પેક્ટર નરેશભાઈ જોષીએ સ્ટાફના મહેન્દ્રભાઈ ડામોર, સંદીપભાઈ અનાવાડીયા, દશરથભાઈ ઠાકોર, પ્રવીણભાઈ ડાભી, હસનઅલી મુખી સહિતનો સ્ટાફ ઢુંઢીયાવાડી વિસ્તારમાં બાકીદારોના ત્યાં જઈ વેરો ભરપાઈ ન કરતા ચાર દુકાનોને સીલ કરવામાં આવી હતી. તેમજ રૂ. ૧,૨૪,૨૫૬ ની વસુલાત કરવામાં આવી હતી.આ અંગે ટેક્સ ઇન્સ્પેક્ટરએ જણાવ્યું હતું કે, પાલનપુર શહેરમાં આવેલી ૧૧ વોર્ડમાં લીજ પર આપેલી દુકાનો પૈકી ઢુંઢીયાવાડી વિસ્તારમાં આવેલ ચાર દુકાનોએ વેરો ભરપાઈ ન કરતા ચાર દુકાન સીલ કરવામાં આવી છે. તેમજ25 જેટલી દુકાનોના વેપારીઓને વેરો ભરપાઈ કરવા નોટિસ આપવામાં આવી છે. જો સમય મર્યાદામાં વેરાની રકમ પાલિકામાં ભરવામાં નહીં આવે તો બાકીદારોની મિલકતોને સીલ મારી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.