અમીરગઢમાં પોણા ચાર ઇંચ અને સવા ત્રણ ઇંચ ખાબક્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારોમાં ભારે પડી રહ્યો છે. ગઈકાલથી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદે ધીમીધારે શરૂઆત કરી હતી. જેમાં અમીરગઢમાં 89 મિમી એટલે કે પોણા ચાર ઇંચ, કાંકરેજમાં 48 મિમી અને દાંતામાં 78 મિમી વરસાદ પડ્યો છે.

ક્યાં કેટલો વરસાદ
જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલો વરસાદ જોઇએ તો અમીરગઢમાં 89 મિમી, કાંકરેજમાં 48 મિમી, ડીસામાં 26 મિમી, થરાદમાં 26 મિમી, દાંતામાં 78 મિમી, દાંતીવાડામાં 39 મિમી, દિયોદરમાં 51 મિમી, ધાનેરામાં 25 મિમી, પાલનપુરમાં 35 મિમી, ભાભરમાં 51 મિમી, લાખણીમાં 32 મિમી, વડગામમાં 31 મિમી, વાવમાં 44 મિમી અને સુઈગામાં 07 મિમી વરસાદ નોંધાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.