ધાનેરામાં વધુ ચાર હાઇવા પકડાયા એક હાઇવે ચાલક ભાગી છૂટ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

ધાનેરામાં વધુ ચાર હાઇવા પકડાયા એક હાઇવે ચાલક ભાગી છૂટ્યો જેનો પીછો કરતો વિછી વાડી થી નાનુંડા જવાના રસ્તા ઉપર હાઇવા મૂકી ભાગી ગયો

ધાનેરા ગત રોજ સાંજના મામલતદાર ઓફિસેથી છૂટી ઘર તરફ નીકળી રહ્યા હતા ત્યારે બે ધડક રેતી ભરેલા હાઇવા જઈ રહ્યા હતા. અમુક તો હાઇવા ઉપર તાડપત્રી પણ બાંધવામાં આવતી નથી તેથી પાછળ બાઈક ચાલકોને બહુ પરેશાની થતી હોય છે. મામલતદાર ઉપર વારંવાર સૂચના અથવા લોકો ની રજૂઆતો થતો મામલતદાર ધાનેરાએ હાઇવે ઉપર તપાસ કરતો એ ક હાઇ વા મામલતદાર ની ગાડી જોઈ ભાગી. છૂટતો જેનો પીછો કરતો વીંછીવાડી થી નાનુડા જવાના રસ્તા ઉપર હાઇવાને મૂકી ફરાર થઈ ગયો હતો જે કબજે કરી ધાનેરા મામલતદાર કચેરી લાવી મૂક્યો છે.

જ્યારે બીજા  મો ડ્રાઇવર નથારા મુલારામ રાજસ્થાન વાળાની ગાડી ઓવાર લોડહતી ત્રીજો હાઇવાને વીરધા રામ  સુરજજી વિશ્નોઇ રોયલ્ટી પાસપરમીટ વગર લઈ જતો હતો તેને ઝડપી પાડ્યો હતો ચોથો મુલારામ પદમારામ જાટ વાળો સાદી રીતે બાડમેર રાજસ્થાન વાળો ઓવરલોડ રેતી ભરેલ હતી તે મળી કુલ ચાર હાઇવા મામલતદારએ પકડી આગળની કાર્યવાહી ખાણ ખનીજ ખાતાને જાણ કરેલ છે અત્રે એ નોંધવું જરૂરી છે કે આજ સુધી ધાનેરા હાઇવેથી રાજસ્થાનમાં જતા હાઇવા પકડ્યા હોય તેવું જણાવતું નથી જેથી લોકોમાં શંકા કુશંકાઓ થઈ રહે છે.

હાઇવા ના પકડવા પાછળનું કારણ ખાણ ખનીજ ખાતું કેમ કંઈ પગલાં ભરતું નથી આ બાબતે પોતાનું નામ ના આપવાની શરતે એક ડ્રાઈવરે જણાવેલ કે ખાણ ખનીજ વાળાને વહીવટ કરી નાખીએ છીએ એક હાઇવે પાછળ 1000 રૂપિયા બોધેલા છે વિચાર કરોસત્ય હોય તો રોજના 200 આઇવા રેતી ભરી રાજસ્થાન તરફ જઈ રહ્યા છે તો ખાણ ખનીજ વાળાની આવક કેટલી આ બાબતે પ્રાંત અધિકારી તથા મામલતદાર એ પોતાના કામ છોડી આ કામ કરવા પડે છે જે ખરેખર ખાણ ખનિજ વાળા ઉપર શંકા ઉપજાવે એવી બાબત છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.