ડીસામાં હિન્દુ સમાજની રક્ષા માટે અશાંત ધારો લાગુ કરવા પૂર્વ ધારાસભ્યની માંગ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠાના ડીસામાં અશાંત ધારો લાગુ કરવા પૂર્વ ધારાસભ્ય મુખ્યમંત્રી સહિત જિલ્લાના અધિકારીઓને રજૂઆત કરી છે. સમયદર્શન વિસ્તારોમાં હિન્દુઓની ગરમીઓથી કોઈપણ પ્રકારની ડર અનુભવ્યા વગર શાંતિથી રહી શકે તે માટે અશાંત ધારો લાગુ કરવાની માગ કરી છે.હરિયાણાના મેવાતમાં પોથીયાત્રા પર વિધર્મીઓએ કરેલા હુમલા બાદ સમગ્ર દેશના હિન્દુઓમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. ત્યારે અન્ય શહેરોમાં પણ આવી કોઈ ઘટના ન બને તે માટે હિન્દુ સમાજ દ્વારા ઠેર-ઠેર રજૂઆતો કરવામાં આવી છે. બનાસકાંઠાના ડીસામાં પણ હિન્દુ સમાજના લોકો વિધર્મીઓના કોઈપણ પ્રકારના ડર વગર શાંતિથી રહી શકે તે માટે અશાંત ધારો લાગુ કરવા માટે પૂર્વ ધારાસભ્યએ માગ કરી છે. ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ ગત 15 તારીખે મુખ્યમંત્રી, ગૃહ મંત્રી, જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકને પત્ર લખી નગરપાલિકાની આવનાર સામાન્ય સભામાં અશાંત ધારો લાગુ કરવા માટે રજૂઆત કરી છે. ડીસાના સંવેદનશીલ વિસ્તારો જેવા કે રાજપુર, સદર બજાર ડોલી વાસ, મીરા મોહલ્લા, ભોપાનગર તેમજ આજુબાજુના વિસ્તારો ખાલી થઈ રહ્યા છે. અહીંના હિન્દુઓ તેમની માલમિલકત વેચી સ્થળાંતર ન કરે, કોઈપણ જાતનો ડર ના અનુભવે, તેમની સુરક્ષા માટે વિધર્મીઓ દ્વારા કોઈ પ્રકારની ધાક ધમકી ન આપે તે હિન્દૂ સમાજની લાગણીને ધ્યાને લઇ માટે ડીસા નગરપાલિકાની આવનારી સાધારણ સભામાં આ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા માટેનો ઠરાવ કરી જિલ્લા કલેક્ટરને મોકલી આપવામાં આવે તેવી વિનંતી કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.