ડીસા માર્કેટયાર્ડમાં પૂર્વ મંત્રી જ્યંતી કાવડીયાએ ચેરમેન અને ડિરેક્ટરો પાર્ટીના હોદેદારોના સેન્સ લીધા

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા માર્કેટયાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેન માટે આગામી 10 જુલાઈએ ચૂંટણી યોજવાની છે. ત્યારે ભાજપ પાર્ટી દ્વારા પ્રથમવાર ચેરમેન અને વાઇસ ચેરમેન માટે ચૂંટાયેલા ડિરેક્ટરોના સેન્સ લેવામાં આવ્યા હતા. ઉત્તર ગુજરાતમાં બીજા નંબરે મોખરાનું સ્થાન ધરાવતી ડીસા માર્કેટયાર્ડની ચૂંટણી આગામી 10 જુલાઈના રોજ઼ યોજાનાર છે. ત્યારે ચેરમેન અને વાઇસ ચેરમેનને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ભાજપની નીતિ અને નિયમ અનુસાર ડીસા માર્કેટયાર્ડના રેસ્ટ હાઉસ ખાતે પૂર્વ મંત્રી અને જિલ્લા પ્રભારી જ્યંતિ કાવડીયા દ્વારા ચૂંટાયેલા તમામ 16 ડિરેકટરો અને ભાજપના હોદેદારોના એક પછી એક સેન્સ લેવાયા હતા. નિરીક્ષક અને આગેવાનોએ પાર્ટીના મેન્ડેડ બાદ જે નિર્ણય લે તેમાં સહમત રહેવા ડિરેક્ટરોને સૂચના અપાઈ હતી. તો ડિરેક્ટરોએ પણ પોતાની માંગણી રજુ કરી હતી. જેમાં જ્યંતિ કાવડીયાને સામુહિક રજૂઆત સમયે ગોવાભાઈ રબારીને બાકાત રાખવામાં આવ્યા હતા અને વર્તમાન ચેરમેન અને ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈની આગેવાનીમાં રજૂઆત કરાઈ હતી. જોકે ગોવાભાઈને બાકાત રાખતા તમામ 15 ડિરેક્ટરો ગોવાભાઈ રબારીના વિરોધમાં હોવાનું સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું. ડીસા માર્કેટયાર્ડમાં લેવાયેલ સેન્સ સમયે ધારાસભ્ય પ્રવીણ માળી, ભાજપના મહામંત્રી સંજય બ્રમભટ્ટ, કનુભાઈ વ્યાસ, શહેર ભાજપ અને તાલુકા ભાજપના હોદેદારો હાજર રહ્યાં હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.