બનાસકાંઠામાં મેઘરાજાની વિધિવત રીતે એન્ટ્રી, દાંતીવાડામાં એક દિવસમાં ખાબક્યો 42mm વરસાદ
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ બનાસકાંઠામાં જીલ્લામાં મેઘરાજા વરસી રહ્યા છે. જો કે, વરસાદ પડતા જ અનેક વિસ્તારોમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જો કે, ડીસા પંથકની વાત કરીએ તો બે દિવસ અગાઉ સામાન્ય છાંટા પડ્યા બાદ ગઈકાલે વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ હતી. જોકે, આ વાવણી લાયક વરસાદ પડતા ધરતીપુત્રો રાજી રાજી થઇ ગયા હતા.
દાંતીવાડામાં પડ્યો સૌથી વધુ 42mm વરસાદ
આપને જણાવી દઈએ કે ગઈકાલે દાંતીવાડા પંથકમાં વરસાદ મન મૂકી વરસ્યો હતો. જો કે, વરસાદ પડતા દાંતીવાડા તાલુકામાં ઠંડુ વાતાવરણ બની ગયું હતું. ગઈકાલે દાંતીવાડા તાલુકામાં 42 mm પડતા સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું હતું.
કયા તાલુકા કેટલો પડ્યો વરસાદ
- ધાનેરા – 1mm
- દાંતીવાડા – 42mm
- અમીરગઢ – 25mm
- દાંતા – 13mm
- પાલનપુર – 1mm
- ડીસા – 22mm
- દિયોદર – 5mm
- કાંકરેજ – 15 mm
Tags Banaskantha india rain Rakhewal