જસનવાડા નજીકથી ભાભર- થરા રોડ પરથી પરપ્રાંતિય દારૂ ભરેલ ગાડી ઝડપાઇ આરોપી ફરાર
રખેવાળ ન્યુઝ ભાભર : પોલીસે રૂ.૪.૨૦ લાખનો મુદ્દામાલ કબજે લઇ અજાણ્યા ફરાર બુટલેગર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભાભર પી.એસ.આઇ. જાડેજા સ્ટાફ સાથે ભાભરના જાસનવાડા ગામના પીક અપ સ્ટેશન પાસે ઉભા હતા. તે દરમ્યાન અહીંથી ભાભર તરફ જતી એક સ્વીફ્ટ કાર શંકાસ્પદ લાગતાં ગાડીનો ભાભર પોલીસે પીછો કરતાં આ કારને કપરૂપુર ઉંડાઇ આડવટ પાસે આંતરી લેતાં કાર ચાલકે તેની કાર રોડની સાઇડમાં ઉતારી ઉભી કરી દઇને નાસી છુટ્યો હતો.
જ્યારે પોલીસે સ્વીફ્ટ ગાડી નં.ય્ત્ન૦૧ઇત્ન ૨૪૫૭ની તલાસી લેતાં ગાડીમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય પાસ પરમીટ વગરનો ઇંગ્લીશ બનાવટનો દારૂ બિયર બોટલ નં.૭૧૯ કિ.રૂા.૭૧૯૦૦/૦૦ નો તથા ગાડી કિ.રૂદ્.૩.૫૦ લાખની કબ્જે લઇ ભાગેડુ અજાણ્યા ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હોવાનું ભાભર પોલીસ દ્વારા જાણવા મળેલ છે. ભાભર પોલીસે દારૂની ગાડી પકડતા આવાં ધંધા સાથે સંકળાયેલા ઈસમોમાં ફફડાટ ફેલાયો છે.