હજી બે દિવસ કાતિલ ઠંડી પડવાની આગાહી ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર : ડીસા 10.3 ડીગ્રી
જિલ્લામાં ઠેરઠેર તાપણાની મોસમ ખીલી ઉઠી: ઉત્તર ભારતમાં હિમ વર્ષા અને બર્ફીલા ઉત્તર પશ્ચિમી પવનો ફૂંકાતા રણ ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હવામાન વિભાગે હજી બે દિવસ કાતિલ ઠંડી પડવાની આગાહી કરી છે. જિલ્લામાં મોડેમોડે કડકડતી ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે. દિવસભર સૂસવાટાભર્યા પવનો ફૂંકાઈ રહ્યા છે.
જેના કારણે દિવસે પણ લોકોને ગરમ કપડાં પહેરવાની નોબત આવી છે. ઠંડીને પગલે ખેડૂતોને પણ રવિ સિઝન સારી જવાની આશા બંધાઈ છે. વહેલી સવારે અને રાત્રે ઠંડીનું જોર વધી પડતા ઠેરઠેર તાપણાની મોસમ ખીલી ઉઠી છે.આ દરમિયાન હવામાન વિભાગે આગામી 48 કલાકમાં રાજ્યભરમાં ઠંડીનું મોજું ફરી વળવા સાથે હાલમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાતા અને ઉત્તર ભારતમાં હિમ વર્ષના કારણે ઠંડીનો ચમકારો વધ્યો હોવાનું જણાવી આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું મોજું ફરી વળશે.જેથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના ભાગોમાં ઠંડીનું જોર વધશે.જ્યારે 17 ડિસેમ્બરથી મહત્તમ તાપમાન વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
Tags bitter forecast North Gujarat