ત્રણ વર્ષ થી માર્ગ અને મકાન વિભાગ કુંભકર્ણ નિદ્રામાં ખાડા રાજ થી વાહન ચાલકો સહિત વિદ્યાર્થીઓ પરેશાન
છાપી થી કોટડી એપ્રોચ રોડ ઉપર ખાડા રાજ થી વાહન ચાલકો સહિત વિદ્યાર્થીઓ પરેશાન, જ્યોતિનગર માં આવેલ શાળાના ૧૨૦૦ વિદ્યાર્થીઓ ને પાણીમાં થઈ શાળાએ જવા મજબુર બન્યા: વડગામ તાલુકાના છાપી થી કોટડી ને જોડતો માર્ગ છેલ્લાં ત્રણ વર્ષ થી બિસ્માર જોવા મળી રહ્યો છે.જ્યારે રોડ ઉપર ઠેરઠેર ખાડા પડતા સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જતા.વાહનચાલકો સહિત ૧૨૦૦ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
વડગામ તાલુકાના વેપારી મથક છાપી થી વાયા જ્યોતિનગર થઈ કોટડી ને જોડતા માર્ગ ઉપર છેલ્લા ત્રણ વર્ષ થી ઠેરઠેર ગાબડાં પડતા 10 થી 15 ગામો ને જોડતા રોડ ઉપર થી પસાર થતા વાહનચાલકો સહિત નાગરિકો પરેશાન થઈ ઉઠ્યા છે. બિસ્માર રોડ ના કારણે જ્યોતિનગર માં આવેલ સ્કૂલમાં જતા લગભગ ૧૨૦૦ વિદ્યાર્થીઓ ને પાણી ની અંદર ચાલી ને શાળાએ જવા મજબુર બનવું પડ્યું છે.
રોડ ની મરામત ને લઈ માર્ગ અને મકાન વિભાગ ને લેખિત તેમજ મૌખિક અનેક રજૂઆતો કરવા છતાં કુંભકર્ણ ની નિદ્રા માં પોઢંતું તંત્ર જાગવા ની તસતી લેતું નથી. આ માર્ગ સાંકડો હોવાના કારણે અનેક વાર નાના મોટા અકસ્માતો ના કારણે લોકો ને ઇજાઓ પહોંચી છે. છાપી થી કોટડી ને જોડતા માર્ગ નું સમાર કામ સત્વરે કરવામાં નહિ આવે તો ચોમાસા ની સિઝન માં મોટી દુર્ઘટના ની પણ આશંકા ની ભીતિ સેવાઇ રહી છે.
Tags Banaskantha chhapi Palanpur