![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/08/પાલનપુરમાં-ફુડ-hde.jpg)
પાલનપુરમાં ફુડ વિભાગના દરોડા શક્તિ મસાલાના સેમ્પલો લઈ મુદ્દામાલ જપ્ત કર્યો
પાલનપુરમાં ફુડ વિભાગએ રેડ કરીને શક્તિ મસાલાના સેમ્પલો લઈ મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી છે: બનાસકાંઠા જિલ્લામાં અખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ ઠેર ઠેર ફુડ વિભાગ દ્વારા રેડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે શુક્રવારે વધુ એક કાર્યવાહી પાલનપુરમાં કરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પાલનપુરના સુખબાગ રોડ નજીક મામા ગૃહ ઉદ્યોગ ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો.
જેમાં શક્તિ અરકાનટનો નમૂના લેવામાં આવ્યા હતા અને શંકાસ્પદ શક્તિ મસાલા જણાતા 11 હજાર 500 પેકેટમાં 11 લાખ 50 હજારનો સ્ટોક જપ્ત કરવામાં આવ્યો છે. ફુડ વિભાગના સૂત્રોએ જણાવ્યા પ્રમાણે શંકાસ્પદ શક્તિ મસાલા હોવાના કારણે તેના સેમ્પલો લઈ લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે જે સેમ્પલોના પરિણામ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.