કોવિડ ૧૯ ને પગલે રાજસ્થાન સરકારે ફરી એકવાર બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ અમીરગઢ : કોવિડ ૧૯ને પગલે રાજસ્થાન સરકારે ફરી એકવાર બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે અને કોરોનાના વધતા જતા સંક્રમણને અટકાવવા માટે બિનજરૂરી અવર જવર કરતા વાહનચાલકો પર રોક લગાવી છે.
ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં કોરોના વાયરસ ના દર્દીઓ ની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે અનલોક શરૂ કર્યા બાદ કોરોના વાયરસનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે.

રાજસ્થાન સરકારે રાજ્યમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે ફરી એકવાર બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારી છે. ખાસ કરીને ગુજરાત રાજસ્થાન બોર્ડર પર અવર જવર કરતા તમામ વાહન ચાલકોની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે બનાસકાંઠા જિલ્લાની પણ અમીરગઢ, અંબાજી, થાવર, ગુંદરી અને ખોડા સહિત તમામ બોર્ડર પરથી રાજસ્થાનમાં પ્રવેશતા અને રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા વાહન ચાલકોનું સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે તેમજ બિનજરૂરી અવર

જવર કરતા લોકોને પણ અટકાવવામાં આવી રહ્યા છે. સરકારના આદેશને પગલે પોલીસે હાલમાં તમામ બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા તેજ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાન સરકારે ભલે કોરોનાવાયરસ ના સંક્રમણની ચેન્જ કરવા માટે બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારી હોય પરંતુ રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે રાજસ્થાનમાં કોરોના વાયરસની સાથે સાથે રાજકીય હલચલના પગલે પણ સરકારે અગમચેતી માટે સુરક્ષા વ્યવસ્થા તેજ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.