ભાભરમાં સેવાકીય ગૃપ દ્વારા ચાલું વરસાદમાં ગાયોને ઘાસચારો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ભાભર : ભાભરમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ ચાલુ છે. ઠેર ઠેર પાણી ભરાઈ જતાં લોકો અને મુંગા પશુઓ ભારે હાલાકી ભોગવવી રહ્યા છે. આવા વિકટ સમયે લોકો ઘરમાં પુરાઈ રહે છે. ત્યારે આવા સમયે રખડતાં ગૌવંશ માટે મુસીબતનો સમય હોય છે. ભૂખથી પીડાતા ગૌવંશ માટે ભાભર સેવાકીય ગૃપ ના યુવાનો દ્વારા ચાલું વરસાદમાં રખડતી ગાયોને ઘાસચારો નાખવામાં આવે છે. આવી સેવાભાવી પ્રવૃત્તિઓ સેવાકીય ગૃપ દ્વારા સતત થઈ રહી છે. જરૂરિયાત સમયે ઘાસચારો નાખવામાં આવે છે. આવું કાર્ય કરતું ગૃપ પ્રસંશનીય સેવા પાત્ર બન્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.