વરસાદથી ઠેરઠેર પાણી ભરાતા અફડાતફડી મચી : લાખણી તાલુકામાં 3 કલાકમાં 8 ઇંચ ઉપરાંતનો વરસાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

આખરે મેઘરાજા રીઝતા ખેડુતો સહિત આમ પ્રજામાં ખુશાલી: બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં માર્કેટ યાર્ડના વેપારીઓની પદયાત્રાના બીજા દિવસે મેઘરાજા બરોબરના રીઝતા  3 કલાકમાં 8 ઇંચ ઉપરાંતનો વરસાદ ખાબક્યો હતો.તેથી સર્વત્ર પાણી -પાણી થઈ થઈ ગયું હતું.સતત ભારે વરસાદના પગલે ઠેરઠેર પાણી ભરાતા અફડાતફડી મચી હતી.આખરે વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી આમ પ્રજા સાથે ખેડૂતોએ પણ રાહત સાથે હાશકારો અનુભવ્યો હતો.

ધોરા વાળી જમીન ધરાવતા લાખણી તાલુકામાં ભૂગર્ભ જળમાં ધરખમ ઘટાડો થયો છે.પિયત પાણીના અભાવે ખેડૂતોએ ઉનાળુ સિઝનમાં અડધા ખેતરો ખાલી રાખ્યા હતા. તેમ છતાં પૂરતું પાણી ના મળતા બાજરી જેવા પાકોનું ઓછું ઉત્પાદન થયું હતું.જેને લઈ ખેડૂતો હવે ચોમાસુ સીઝનની ચાતક નજરે રાહ જોતા હતા પરંતુ વરસાદ ખેંચાઈ જતા તાલુકા ભરમાં અમંગળનો માહોલ છવાયો હતો. આખરે મેઘરાજાને મનાવવા માર્કેટયાર્ડના વેપારીઓ અને મહેતાજીઓએ જગદંબા મા હિંગળાજના ધામ સુધી પદયાત્રા અને ગાયો માટે ફાળો એકત્ર કરી માતાજીને મેઘરાજાને મનાવવા પ્રાર્થના કરી હતી. માતાજીએ જાણે તેમની પ્રાર્થના સાંભળી હોય તેમ બીજા દિવસે વહેલી સવારથી આકાશમાં ગોરંભાયેલા વાદળા મન મુકીને વરસી પડ્યા હતા.

ધોધમાર વરસાદને પગલે સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું અને વરસાદી પાણી વ્હોળા રૂપે રેલાતા જાહેર સ્થળો ઉપર ઠેર ઠેર પાણી ભરાયા હતા. ખેતરો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. હાઇવે ઉપર પણ પાણીનો ભરાવો થયો હતો જ્યારે ત્રણ- ચાર શોપિંગોમાં પણ પાણી ઘુસી જતા અફડા તફડી મચી હતી.3 કલાકમાં 204 મી.મી.એટલે કે 8 ઇંચ ઉપરાંતના વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ઉઠતા આમ પ્રજાએ બફારા અને ઉકળાટથી રાહત અનુભવી હતી. જ્યારે ભરપૂર વરસાદથી ખૂશખુશાલ ખેડુતો ચોમાસું વાવેતરની તૈયારીઓમાં પરોવાયાં હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.