અમીરગઢ ચેકપોસ્ટ પર રિવોલ્વર સાથે પાંચ ઈસમો ઝડપાયા

બનાસકાંઠા
amirgadh
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ અમીરગઢ :  કોરોના મહામારી વચ્ચે અમીરગઢ પોલીસ ચેક પોસ્ટ પર પોલીસ વાહનોની સઘન ચેકીંગમાં હતી. તે દરમિયાન ગાડી માથી દેસી બનાવટની રિવોલ્વર મળી આવી.
પ્રાપ્ત માહિતી મુજબ અમીરગઢ ચેક પોસ્ટ પર તપાસ દરમિયાન આબુરોડ તરફથી આવતી ગાડી હોંડા સીટી ડ્ઢન્-૦૪ ઝ્રદ્ગઝ્ર-૦૫૦૩ રોકાવી તપાસ કરતાં ગાડીમાં ૫ ઇસમો બેસેલ હતા જે શંકાસ્પદ જાણતા ગાડી ચાલકની પૂછપરછ કરતા સંતોષ કારક જવાબ ના આપતાં અમીરગઢ પોલીસ દ્રારા ગાડીની તલાસી લેતા ડ્રાઇવરના બાજુની સીટ નીચેથી ગેરકાયદેસર પાસ પરમિટ વગરની બંદૂક મળી આવી હતી. જેની કિમત ૫૦૦૦ તેમજ ૪ મોબાઇલ જેની કિમત ૨૦૦૦ તેમજ ગાડી ની કિમત ૨.૦૦.૦૦૦ કુલ મળી ને ૨,૦૭,૦૦૦ નો મુદ્દા માલ કબ્જે લેવામાં આવ્યો હતો. ગાડીમાં બેઠેલ ઇસમોને તેમના નામ પૂછતા ચાંદશાહ કાળુંશાહ, નુરશાહ આલવી તા જી અમરોહ ઉત્તરપ્રદેશ, ફેસલ જુલ્ફીકાર શાહબુદ્દીન અન્સારી રહે સિવાલ ઉત્તરપ્રદેશ, મોહમદ અલીમહાજી સલામત છીપી, મોહમદ અકબર અબ્દુલ મજીદ તુરક રહે અમરોહ ઉત્તરપ્રદેશ અને મોસ્તકીન મુસ્તાક શેખ રહે દિલ્લી જણાવ્યુ હતું. દેસી હાથની બનાવટ ની રિવોલ્વર સાથે પકડાયેલા ઇસમોને પૂછતા તેમણે જણાવ્યુ કે અમે ઉત્તરપ્રદેશથી મુંબઈ પાંચ ઇસમો ફરવા જઈ રહ્યા હતા. ફેસલ જુલ્ફીકાર અન્સારીએ શિવકલા ગામેથી તેના મિત્ર પાસેથી રિવોલ્વર લાવીને ગાડીમાં મૂકી હતી. આ અંગે અમીરગઢ પોલીસ દ્વારા કાયદેસરનો ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ રિવોલ્વર કયા કારણોસાર સાથે લઈને જઈ રહ્યા હતા તેની તપાસ કરવામાં આવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.